PGDCA BATCH 2008 મર્ચન્ટ કોલેજ વિસનગરનાં મિત્રો દ્વારા ઓલપાડ ટાઉનની આંગણવાડી કેન્દ્ર 5માં દાનની સરવાણી
(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : ઓલપાડ ટાઉનનાં નિહોળાનગર સ્થિત આંગણવાડી કેન્દ્ર 5 માં PGDCA BATCH 2008 નાં મિત્રો દ્વારા પવિત્ર શ્રાવણ માસનાં સોમવતી અમાસનાં શુભ દિવસે
તમામ ભૂલકાઓને દફતર કીટ વિતરણ કરવામાં આવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે આ ગૃપનાં મિત્રોએ દર મહિને જરૂરિયાતમંદ લોકો અથવા બાળકોને દાન આપવાનું શરુ કર્યું છે. જે અંતર્ગત છેલ્લાં છ મહિનાથી આ સિલસિલો ચાલુ છે. દર મહિને ગૃપનાં સભ્યો પૈકી કોઈ એક સભ્ય દ્વારા દાન આપવાનું સર્વાનુમતે નક્કી થાય છે અને અંતે આ યજ્ઞકાર્ય સુપેરે પાર પડે છે. ‘વિદ્યા દાન શ્રેષ્ઠ દાન’નાં સૂત્રની સાર્થકતા સમજી આ ગૃપનાં સભ્યો એવાં સંજય રાવળ, તેજસ નવસારીવાલા, જશવંત પટેલ, મિતલ પટેલ, ધવલ પ્રજાપતિ, સમીર બારોટ મયંક બારોટ, અશોક ગોસાઈ, નીતિન પ્રજાપતિ, આરતી પટેલ, ભાવેશ પટેલ, જીજ્ઞેશ મકવાણા, અલ્પેશ પટેલ, નગીન લીંબાચીયા, કૃણાલ સુખડીયા, દર્શન પુરોહિત તથા હિરેન બારોટ દ્વારા તમામ બાલપુષ્પોને સમગ્ર વર્ષ દરમિયાન અભ્યાસમાં ઉપયોગી બની રહે એવી શૈક્ષણિક સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ તકે દાતાઓનાં સૌજન્યથી ભૂલકાઓએ પૌષ્ટિક ભોજનનો રસાસ્વાદ માણ્યો હતો. અંતમાં કેન્દ્ર સંચાલક શ્રીમતી પાર્વતીબેન રાવળે દાતાઓનો આભાર વ્યક્ત કર્યો હતો.