તાપી જિલ્લામાં પડી રહેલ ભારે વરસાદને પગલે પંચોલ આશ્રમશાળામા પાણી ભરાવાનુ શરુ : બાળકોને ઉપરના હોલમાં સુરક્ષિત રીતે બેસાડાયા

Phc karanjkhed Sub center Antapur
Contact News Publisher
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જિલ્લામાં પડી રહેલ ભારે વરસાદને પગલે આજ રોજ ડોલવણના અંતરાપુર ના કરંજખેર ખાતે આવેલ પ્રાઇમરી હેલ્થ સેન્ટર ખાતે પાણી ભરાવાનું શરૂ થયું છે. વરસાદનું જોર નહીં ઘટે તો દર્દીઓને આવવા જવા માટે પરિસ્થિતિ ગંભીર બની શકે છે.
જિલ્લા કંટ્રોલ રુમ પર મળેલ મેસેજ મુજબ ડોલવણ તાલુકાના પંચોલ આશ્રમશાળામા પાણી ભરાવાનુ શરુ થયેલ છે. આશ્રમ શાળાના બાળકોને પહેલા માળના હોલ ઉપર સુરક્ષિત રીતે બેસાડવામાં આવ્યા છે અને હાલ ડોલવણ તાલુકા ડિઝાસ્ટર ટીમ જરુરી તકેદારીના પગલા લેવા તથા આગળની કાર્યવાહી કરવા કટીબધ્ધ છે.