બુહારી હાઈ સ્કૂલમાં નેશનલ સ્પોર્ટ્સ ડે 2024ની ઉજવણી
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : સ્વ. મેજર ધ્યાનચંદના જન્મદિન નિમિત્તે શ્રી બી. એન્ડ કે. એલ. ઝવેરી સાર્વજનિક હાઈસ્કૂલ બુહારીનાં પટાંગણમાં નેશનલ સ્પોર્ટ્સ ડે ની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી.
શાળાના આચાર્યશ્રી વિજયભાઈ પટેલે સ્વ. મેજર ધ્યાનચંદ વિશે. વિશેષ માહિતી પૂરી પાડી હતી. જેની યાદમાં 29 ઓગસ્ટને નેશનલ સ્પોર્ટ્સ ડે તરીકે ઉજવવામાં આવે છે, જેમાં શાળાના વિદ્યાર્થી – વિદ્યાર્થીનીઓએ વોલીબોલ રમતમાં મોટી સંખ્યામાં ભાગ લઈ નેશનલ સ્પોર્ટ્સ ડે ઉજવ્યો હતો. રમતની માહિતી અને સંચાલન શાળાના વ્યાયામ શિક્ષકશ્રી રતિલાલ એસ. ગામીત અને શ્રીમતી દર્શનાબેન વી પટેલે કર્યું હતું.
અંતમાં બુહારી વિભાગ કેળવણી મંડળ તથા શાળાના આચાર્યશ્રી વિજયભાઈ ડી. પટેલ તથા શાળા પરિવાર દ્વારા ભાગ લેનાર સૌ વિદ્યાર્થીઓને બિરદાવીને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.
