તાડકુવા ગામમાં ક્રુષ્ણનગર ખાતેથી ગંજીપાના વડે પૈસાની હારજીતનો જુગાર રમતા આરોપીઓને રૂપિયા. ૧,૯૧,૬૧૦/- ના કુલ મુદ્દામાલ સાથે ઝડપી પાડતી લોકલ ક્રાઇમ બ્રાંચ તાપી તથા પેરોલ ફર્લો સ્કોર્ડ
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : શ્રી એન.જી. પાંચાણી, ઇન્ચાર્જ પોલીસ ઈન્સ્પેકટર, એલ.સી.બી. તાપીએ પ્રોહી જુગારની પ્રવૃતિ રોકવા સુચના આપેલ હોય જે આધારે આજરોજ પેરોલ ફર્લો સ્કોર્ડમાં ફરજ બજાવતા પો.કો. વિનોદભાઈ ગોકળભાઇ તથા પો.કો. હસમુખભાઈ વીરજીભાઈને સયુક્ત રીતે ખાનગી રાહે બાતમી હકીકત મળેલ છે કે, કાકરાપાર પો.સ્ટે.ની હદમાં આવેલ “તાડકુવા ગામમાં ક્રુષ્ણનગરમાં આવેલ પરબતભાઇ કેસુરભાઇ લગારીયાનાઓના ઘરની આગળના ભાગે ખુલ્લી જગ્યામાં કેટલાંક ઈસમો ગોળકુંડાળુ કરી પૈસાથી ગંજી પાનાનો હારજીતનો જુગાર રમે છે.” જે બાતમી આધારે પો.સ.ઈ.શ્રી, એન.એસ. વસાવા પેરોલ ફર્લો સ્કોર્ડ તાપી, એલ.સી.બી. તાપી/પેરોલ- ફર્લો સ્કોર્ડ તાપીના પોલીસ માણસો સાથે બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતા આરોપી- (૧) હેમંતભાઇ ભીખાભાઇ ભાટીયા ઉ.વ.૪૨ રહે. પાનવાડી નિશાળ ફળીયામાં ઇશ્વરભાઇ ચોધરીના મકાનમાં તા.વ્યારા જી.તાપી (૨) ભરતભાઇ ભીખભાઇ વારોતરીયા ઉ.વ.૩૬, રહે.તાડકુવા ક્રુષ્ણનગર સોસાયટી તા.વ્યારા જી.તાપી (૩) નરેશભાઇ ભીખાભાઇ સોલંકી ઉ.વ.૩૫, રહે. બેડકુવા નજીક ગામ પારસ સાંઇ કાંટાની સામે તા.વ્યારા જી.તાપી (૪) વલ્લભભાઇ અર્જુનભાઇ ભેંડા ઉ.વ.૩૬, રહે. તાડકુવા ગામ ક્રુષ્ણનગર તા.વ્યારા જી.તાપી (૫) પરબતભાઇ સવદાસભાઇ કંડોરીયા ઉ.વ.૬૫, રહે. બેડકુવા નજીક પારસ સોસાયટી સીંગ ફેક્ટરીની બાજુમાં તા.વ્યારા જી.તાપી (૬) મેરકભાઈ ધયણાતભાઇ (આહીર) કરમુર ઉ.વ.૫૯, રહે. બેડકુવા નજીક પારસ સોસાયટી તા.વ્યારા જી.તાપી (૭) મુકેશભાઇ માંડણભાઇ પરમાર ઉ.વ.૩૮, રહે.બેડકુવા નજીક તા.વ્યારા જી.તાપી મુળ રહે. ગોકલપર ગામ તા.કલ્યાણપુર જી.દેવભુમી દ્વારકાને ગેરકાયદેસર રીતે જુગાર રમતા જુગારના દાવ ઉપર મુકેલ રોકડા રૂપિયા-૨૨,૫૦૦/- તથા અંગઝડતી દરમ્યાન મળી આવેલ રોકડા રૂપિયા-૮૪,૧૧૦/- તથા ગંજીપાના નંગ-૫૨ ની તથા મોબાઈલ નંગ- ૦૫ કિં.રૂ.૫૫,૦૦૦/- તથા એક મોટર સાયકલ જેની કિ.રૂ. ૩૦,૦૦૦/- મળી કુલ્લે કિં.રૂ. ૧,૯૧,૬૧૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી આ આરોપીઓ વિરૂધ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરી આગળની વધુ કાર્યવાહી માટે પોલીસ સ્ટેશનને સોંપેલ છે.
કામગીરી કરનાર ટીમ :-
ઇન્ચાર્જ પો.ઇન્સ.શ્રી એન.જી. પાંચાણી એલ.સી.બી. તાપીની સુચનાથી પો.સ.ઈ.શ્રી, એન.એસ. વસાવા પેરોલ ફર્લો સ્કોર્ડ તાપી તથા અ.પો.કો. વિનોદભાઈ ગોકળભાઈ, અ.પો.કો. ધનંજયભાઈ ઈશ્વરભાઈ, અ.પો.કો. હસમુખભાઈ વિરજીભાઈ તમામ નોકરી પેરોલ/ફર્લો સ્કોડ-તાપી તથા અ.હે.કો. ધર્મેશભાઈ મગનભાઈ, અ.પો.કો. વિનોદભાઈ પ્રત્તાપભાઈ, પો.કો. અરૂણભાઇ જાલમસીંગ, અ.પો.કો. રોનકભાઇ સ્ટીવન્સન તમામ નોકરી એલ.સી.બી.તાપી નાઓએ કામગીરી કરેલ છે.
