કુસુમ જયેશ ભૂલકા ભવન ગીતા રમેશ પ્લે સ્કૂલમાં 78માં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઈ
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : શ્રી ર.ફ.દાબુ કેળવણી મંડળ સંચાલિત કુસુમ જયેશ ભૂલકા ભવન ગીતા રમેશ પ્લે સ્કૂલમાં 15મી ઓગસ્ટ નિમિત્તે 78માં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ઉજવણીના ભાગરૂપે બાળકો માટે “એક હોસલા જવાનો કે નામ” હરીફાઈ નું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં જળસેના, વાયુસેના અને દળસેના એમ વિવિધ ત્રણે સેનાના જવાનોના ડ્રેસિંગની અને જવાનો વિશે વાક્ય બોલવા તે હરીફાઈ કરવામાં આવી હતી. 75 થી વધુ બાળકોએ આ હરીફાઈમાં ભાગ લીધો હતો અને પોતાનો દેશ પ્રેમ વ્યક્ત કર્યો હતો. “અનેકતામાં એકતા એ જ અમારી શાન છે એટલે જ ભારત દેશ મહાન છે.” એ સુક્તિ સાર્થક કરતા બાળકોએ પોતાનો રાષ્ટ્રપ્રેમ બતાવ્યો હતો અને નારા સાથે આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. નિર્ણાયક તરીકે શ્રીમતી દિક્ષિતાબેન શાહ અને શ્રીમતી રશ્મિબેન શાહએ સેવા આપી હતી. આચાર્યશ્રી પરવીનબેન દોરડી અને સમગ્ર ભૂલકા ભવન પરિવારના સહિયારા પ્રયાસથી આ કાર્યક્રમ સફળ રહ્યો હતો.
