બારડોલીમાં પ્રોહીબિશનના ગુન્હામાં નાસતા ફરતા વોન્ટેડ આરોપીને વ્યારાથી પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાંચ તાપી તથા પેરોલ ફર્લો સ્કોર્ડ
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : શ્રી એન.જી. પાંચાણી, ઇન્ચાર્જ પોલીસ ઈન્સ્પેકટર, એલ.સી.બી. તાપીની સીધી સુચના અને માર્ગદર્શન હેઠળ પો.સ.ઇ.શ્રી એન.એસ. વસાવા પેરોલ ફર્લો સ્કોર્ડ તાપી, એલ.સી.બી. તથા પેરોલ ફર્લો સ્કોર્ડ તાપીના પોલીસ માણસો સાથે વ્યારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન અ.હેડ.કો. ધર્મેશભાઇ મગનભાઇ તથા અ.પો.કો. રોનકકુમાર સ્ટીવનસનભાઇને મળેલ બાતમી આધારે વ્યારા સીંગી ફળીયા ત્રણ રસ્તા પાસેથી બારડોલી રૂરલ પો.સ્ટે.મા નોંધાયેલ પ્રોહીબિશનના ગુનામા સંડોવાયેલ નાસતો-ફરતો વોન્ટેડ આરોપી- શ્રવણભાઇ ચંપકભાઇ ગામીત ઉ.વ.૨૯ મુળ રહે.પુલ ફળીયુ વ્યારા તા.વ્યારા જી.તાપી હાલ રહે. કટાસવાણ સીંગલ ફળીયુ તા.વ્યારા જી.તાપીને તા.૦૧/૦૮/૨૦૨૪ ના રોજ પકડી પાડી આરોપી વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી આગળની વધુ કાર્યવાહી માટે સોનગઢ પોલીસ સ્ટેશનને સોંપેલ છે.
કામગીરી કરનાર ટીમ :-
ઇન્ચાર્જ પો.ઇન્સ.શ્રી એન.જી. પાંચાણી એલ.સી.બી. તાપી તથા પો.સ.ઈ.શ્રી એન.એસ. વસાવા પેરોલ- ફર્લો સ્કોર્ડ તાપી તથા હે.કો. ધર્મેશભાઇ મગનભાઇ, અ.પો.કો. રોનકકુમાર સ્ટીવનસનભાઇ તથા પેરોલ/ફર્લો સ્કોડ તાપીના પો.કો. વિનોદભાઇ ગોકળભાઇ, પો.કો. બ્રીજરાજસિંહ રસીકસિંહએ કામગીરી કરેલ છે.
