સોનગઢ પોલીસ સ્ટેશનમા પ્રોહીબિશનના નાસતા ફરતા વોન્ટેડ આરોપીને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાંચ તાપી તથા પેરોલ ફર્લો સ્કોર્ડ
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : પોલીસ અધિક્ષક સાહેબશ્રીની સીધી સુચના અને માર્ગદર્શન હેઠળ પો.ઇન્સ.એન.જી. પાંચાણી એલ.સી.બી. તાપી, એલ.સી.બી./ પેરોલ ફર્લો સ્કોર્ડ તાપીના પોલીસ માણસો સાથે સોનગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન એ.એસ.આઈ. જગદીશભાઈ જોરારામભાઇ તથા અ.હે.કો. જયેશભાઈ લીલકીયાભાઈ ને મળેલ બાતમી આધારે સોનગઢ એસ.ટી. બસ સ્ટેન્ડ પાસેથી સોનગઢ પોલીસ સ્ટેશનમા નોંધાયેલ પ્રોહીબિશનના ગુનાના કામે સંડોવાયેલ નાસતો-ફરતો વોન્ટેડ આરોપી- પ્રેમભાઈ રામચંદ્ર મોટવાણી ઉ.વ.૪૫ હાલ રહે-આનંદ મંગલ સોસાયટી, રામ નગર પાછળ, રાંદેર, સુરત શહેરને તા.૨૭/૦૭/૨૦૨૪ ના રોજ પકડી પાડતા કાયદેસરની કાર્યવાહી કરી આરોપીને આ ગુનાના કામે અટક કરવામાં આવેલ છે.
કામગીરી કરનાર ટીમ :-
ઇન્ચાર્જ પો.ઇન્સ.શ્રી એન.જી. પાંચાણી એલ.સી.બી. તાપી, એ.એસ.આઇ. જગદીશભાઇ જોરારામભાઈ, અ.હે.કો. અનિરૂધ્ધસિંહ દેવસિંહ, અ.હે.કો. જયેશભાઈ લીલકીયાભાઇ, અ.પો.કો. રવિન્દ્રભાઈ મહેન્દ્રભાઇ, અ.પો.કો દિપકભાઈ સેવજીભાઈ, અ.પો.કો.રાહુલભાઇ દિગંબરભાઇમએ કામગીરી કરેલ છે.
