રોટરી ક્લબ ઓફ અંકલેશ્વર દ્વારા દઢાલ પ્રાથમિક શાળા ખાતે વીજળીકરણનું કામ કરવામાં આવ્યું
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ ) : સામાજિક અને શૈક્ષણિક ક્ષેત્રે કાર્યરત રોટરી ક્લબ ઓફ અંકલેશ્વર દ્વારા જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ, ભરૂચ સંચાલિત અંકલેશ્વર તાલુકાની દઢાલ પ્રાથમિક શાળા ખાતે પ્રાર્થના શેડમાં સીલીંગ ફેન તથા ટ્યુબલાઈટની સુવિધાઓ ઉપલબ્ધ કરાવીને વિદ્યાર્થીઓને પ્રાર્થના, સાંસ્કૃતિક કાર્યક્રમો તથા મધ્યાહન ભોજનનાં વેળાની પરોજણ હળવી બનાવેલ છે. નોટબુક વિતરણનાં કાર્યક્રમ સમયે સંસ્થાનાં પ્રમુખ સુનિલનેવેનાં ધ્યાન ઉપર આ બાબત આવી હતી, જેનો ત્વરિત અમલ કરી વિદ્યાર્થીઓને સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી.
આ પ્રસંગે રોટરી ક્લબ ઓફ અંકલેશ્વરનાં પ્રમુખ સુનીલ નેવે, સેક્રેટરી વલકેશ પટેલ, પ્રોજેક્ટ ચેરમેન સંજય પાટીલ, કો-પ્રોજેક્ટ ચેરમેન નરેન્દ્ર ભટ્ટ હાજર રહ્યાં હતાં. શાળા પરિવાર દ્વારા રોટરી ક્લબ અંકલેશ્વરનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
