સુરત રેલ્વે સ્ટેશનના આરક્ષણ ઓફિસ પાસેથી મૃત હાલતમાં મળી અજાણ્યા પુરૂષના વાલી વારસો જોગ

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, સુરત) : રેલ્વે પોલીસ પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ સુરત રેલ્વે પોલીસ સ્ટેશનના વણ ઓળખાયેલ અકસ્માત મોત નં. 115/2024 C.R.P.C. કલમ-૧૭૪ મુજબ એક અજાણ્યો પુરૂષ ઉ.વ.30ની આશરાનો તા.- 04/06/24 ના રોજ સુરત રેલ્વે સ્ટેશન આરક્ષણ ઓફિસ સામે નવા શેડમાં મૃત હાલતમાં મળી આવેલ. મરનારની લાશના કોઈ વાલી વારસો મળેલ ન હોય જે મરનારના વાલી વારસોની ભાળ મળી આવે તો રેલ્વે પોલીસને જાણ કરવા વિનંતી છે. જે મરનારની વિગત નીચે મુજબ છે.

મરણ જનારની લાશનું વર્ણન :-

એક અજાણ્યો પુરૂષ ઉ.વ.30ના આશરાનો, શરીરે પાતળા બાંધાનો, રંગે- ઘઉં વર્ણનો. ઉંચાઈ 5×2″ની, જેના જમણા હાથે ચાવી આકારનું છૂંદણુ છે.

લાશ ઉપરના કપડાનું વર્ણન 

અંગમા ઘાટા વાદળી કલરનું આખી બાયનું શર્ટ તથા કમ્મરે વાદળી કલરનું નાઈટ ટ્રેક પેન્ટ પહેરેલ છે.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *