વેલ્દા ગામમાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં થયેલ ભ્રષ્ટ્રાચારમાં કસૂરવારો સામે પગલા નહિ ભરાતા ફરી એક વાર ભૂખ હડતાલ કરવાની ચિમકી !! (જૂઓ તંત્રએ આપેલ ભ્રષ્ટ્રાચારનો પૂરાવો)
(મુકેશ પાડવી દ્વારા, વેલ્દા-નિઝર) : ગુજરાત રક્ષા અખબારમાં ગત્ દિવસમાં પ્રસિદ્ધ થયેલ અહેવાલ “નિઝર : વેલ્દા ગામમાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ગ્રામ પંચાયતના પદાધિકારીઓ અને નિઝર તાલુકા પંચાયતના કર્મચારીઓ દ્રારા ભ્રષ્ટ્રાચાર” સત્ય પુરવાર ઠર્યો છે. પરંતુ તાલુકા તંત્રને ભ્રષ્ટ્રાચારીઓ ઉપર પગલાં લેવામાં તાવ કેમ આવે છે ?
વેલ્દા ગામમાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ગ્રામ પંચાયતના પદાધિકારીઓ અને નિઝર તાલુકા પંચાયતના કર્મચારીઓ દ્રારા ભ્રષ્ટ્રાચાર કરાતા અને તેમના વિરુદ્ધ પગલા નહિ લેવાતા તા. ૧૫/૦૭/૨૦૨૪ના રોજ અરજદાર દ્રારા ભૂખ હડતાલની ચમકી આપતા આખરે નિઝર તાલુકાના તંત્ર દોડતું થયું હતું. નિઝર તાલુકાના તંત્ર એક વર્ષ પછી જાગ્યુ ! વેલ્દા ગામમાં પ્રધાનમઁત્રી આવાસ યોજનામાં થયેલ ભ્રષ્ટ્રાચારને લઈ તંત્ર હાલમાં દોડતું થયું છે, એક વર્ષથી અરજદારને તાલુકા વિકાસ અધિકારી દ્રારા વેલ્દા ગ્રામપંચાયતમાં પ્રધાનમઁત્રી આવાસ યોજનામાં થયેલ ભ્રષ્ટ્રાચાર અંગે લેખિત પુરાવા અરજદારને આપવામાં આવેલ હતા છતાં પણ હાલના નિઝર તાલુકા વિકાસ અધિકારી લેખિત પુરાવાને પણ માનવા તૈયાર ન હોય ભ્રષ્ટ્રાચારીઓને બચાવી લેવા મેદાને ઉતર્યા છે !! શું ભ્રષ્ટ્રાચારમાં હાલના નિઝર તાલુકા વિકાસ અધિકારીનો પણ હાથ છે ? જેથી હાલના નિઝર તાલુકા વિકાસ અધિકારી પણ શંકાના ઘેરામાં આવી ગયા છે ? પ્રાંત સાહેબશ્રીએ અરજદારને લેખિતમાં જણાવ્યું હતું કે ભૂખ હડતાલ પર બેસવાની પરવાનગી આપવામાં આવતી નથી. પરંતુ પ્રાંત સાહેબશ્રીએ નિઝર તાલુકા વિકાસ અધિકારીને લેખિતમાં જણાવ્યું છે કે બે (૨) દિવસની અંદર વેલ્દા ગામમાં પ્રધાનમઁત્રી આવાસ યોજનામાં થયેલ કથિત ભ્રષ્ટ્રાચારના આરોપ સામે તપાસ કરી હકીકતલક્ષી અહેવાલ મોકલવામાં આવે.
આ અંગે અરજદારો જણાવે છે કે આવાસ યોજનામાં ભ્રષ્ટ્રાચાર કરનાર વેલ્દા ગ્રામપંચાયતના પદાધિકારીઓ અને નિઝર તાલુકા પંચાયતના કર્મચારીઓ દ્રારા હોદ્દાનો દુરુપયોગ કરી ભ્રષ્ટ્રાચાર કરવામાં આવેલ છે. બે દિવસની અંદર વેલ્દા ગ્રામપંચાયતમાં પ્રધાનમઁત્રી આવાસ યોજનામાં ભ્રષ્ટ્રાચાર કરનાર વેલ્દા ગ્રામપંચાયતના પદાધિકારીઓ અને નિઝર તાલુકા પંચાયતના કર્મચારીઓને તાત્કાલિક હોદ્દા પરથી કરવામાં આવે, જો પ્રધાનમઁત્રી આવાસ યોજનામાં ભ્રષ્ટ્રાચાર કરનાર વેલ્દા ગ્રામપંચાયતના પદાધિકારીઓ અને નિઝર તાલુકા પંચાયતના કર્મચારીઓને બે દિવસની અંદર હોદ્દા પરથી ન દૂર કરવામાં ન આવશે તો ફરી એક વાર ભૂખ હડતાલ પર બેસવાની ચિમકી અરજદારો દ્રારા આપવામાં આવી છે. નિઝર તાલુકાના લોકોમાં ચર્ચા જાગી છે કે, ક્યારે ભ્રષ્ટ્રાચારીને હોદ્દા પરથી દૂર કરવામાં આવશે ?
હવે જોવાનું એ રહયું કે, હાલના તાલુકા વિકાસ અધિકારી પ્રધાનમઁત્રી આવાસ યોજનામાં ભ્રષ્ટ્રાચાર કરનાર વેલ્દા ગ્રામપંચાયતના પદાધિકારીઓ અને તાલુકા પંચાયતના પ્રધાનમંત્રી આવાસ યોજનાના કર્મચારીઓને હોદ્દા પરથી દૂર કરશે કે પછી ભ્રષ્ટ્ર પદાધિકારીઓને અને કર્મચારીને ફરી એક વાર બચાવી લેવામાં પ્રાંત સાહેબશ્રીને પણ ઊલ્ટા ચશ્મા પહેરાવે તો નવાઈ નહિ…!!
Outstanding post however I was wanting to know if you could write
a litte more on this topic? I’d be very thankful
if you could elaborate a little bit more. Thank you!