ઉત્તર બુનિયાદી આશ્રમશાળા હિંદલા ખાતે “ગંગા સમગ્ર” તાપી જિલ્લા ટીમ, સ્પર્શ સોશિયલ ફાઉન્ડેશન જે.કે. પેપર મીલ, રોટરી ક્લબ ઓફ વ્યારાના સંયુક્ત ઉપક્રમે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : શ્રી ગાંધીઆશ્રમ સોનગઢ સંચાલિત ઉત્તર બુનિયાદી આશ્રમશાળા હિંદલા તા.સોનગઢઙનો 32માં સ્થાપના દિવસની ઉજવણી તા.15/07/2024 સોમવાર ના રોજ “ગંગા સમગ્ર” તાપી જિલ્લા ટીમ, સ્પર્શ સોશિયલ ફાઉન્ડેશન જે.કે. પેપર મીલ, રોટરી ક્લબ ઓફ વ્યારાના સંયુક્ત ઉપક્રમ 100 થી વધુ વૃક્ષોનું વૃક્ષારોપણ કરી કરવામાં આવી. જેમાં “ગંગા સમગ્ર”ના જળ સંચય આયામના અધ્યક્ષશ્રી રવિન્દ્રભાઈ પટેલ એ પાણીની જરૂરિયાત અને સંચય માટે ખુબજ સરસ માર્ગદર્શન કરી વોટર હારવેસ્ટિંગ નું મહત્વ સમજાવ્યું. જે.કે. પેપરમીલ ના સ્પર્શ સોશિયલ ફાઉન્ડેશનના અધિકારીશ્રી મધુકર વર્મા સાહેબએ શિક્ષણનું મહત્વ, સામાજિક ક્ષેત્રે ચાલતી પ્રવૃતિઓ, અને સાથે પર્યાવરણની જાળવણી માટે વૃક્ષા રોપણનું મહત્વ સમજાવ્યું, શ્રી ડો.બિંદેશ્વરી શાહ એમણે શિક્ષણ થકી જીવનમાં સફળ કઈ રીતે થવાય એ સમજાવ્યું, “ગંગા સમગ્ર” ગુજરાત પ્રાંતના કારોબારી સદસ્યશ્રી સંજયભાઈ શાહએ પર્યાવરણ જાળવણી અને પ્લાસ્ટિક અવેરનેસ વિષે માહિતગાર કર્યા. અને શિક્ષણ સંસ્થાના પ્રમુખશ્રી જીગ્નેશભાઈ દોણવાલા સંસ્થાની શરૂઆતથી હાલ 31 વર્ષ સુધીના ફૂલીને ફાલેલા વટવૃક્ષનો ઇતિહાસ વર્ણવી ભૂતકાળને વાગોળ્યો હતો. કુદરતી સૌંદર્યના ખોળામાં વસેલ શાળા પરિસરએ સૌ આમંત્રિત મહેમાનોનું મન મોહી લીધું હતું. શાળાના આચાર્યશ્રી નગીનભાઈ વસાવા તેમજ શિક્ષકગણ તરફથી સફળ સંચાલન કરવામાં આવ્યું હતું. શાળામાં ભણી પાયલટ, પીએચડી, ડોકટર કે અન્ય ક્ષેત્રોમાં પ્રગતિ પામેલાં ભૂતપૂર્વ વિધાર્થીઓને પણ યાદ કરાયાં હતાં. અને ભવિષ્યમાં અન્ય બાળકોને સારાં પરિણામો થકી સફળ બનાવવા કૃત સંકલ્પ વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમની શરૂઆતમાં પ્રાર્થના, આમંત્રિત મહાનુભાવોનું ભાવભર્યું સ્વાગતએ સૌના દિલ જીત્યાં. અંતે રાષ્ટ્રગીત ગવાયું જે બાળકોમાં દેશદાઝ જગાડવા માટે પૂરતું કહી શકાય. બાદમાં વિધાર્થીઓને સાથે રાખી ફળાઉ તેમજ વડ, પીપળો, લીમડો વગેરે વૃક્ષોનું વૃક્ષારોપણ કરાયું હતું.  અંતે પ્રિતિભોજન સાથે લઈ સૌને ભાવનાત્મક વિદાય આપવામાં આવી હતી.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *