નિઝરનાં વેલ્દા ગામમાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ભ્રષ્ટ્રાચાર આચરનારાઓ ઉપર કાર્યવાહી ન કરવામાં આવતા અરજદારો આપી ભૂખ હડતાલ પર બેસવાની ચીમકી !!

Contact News Publisher

(મુકેશ પાડવી દ્રારા, વેલ્દા-નિઝર) : ગત દિવસોમાં તંત્ર દ્વારા અહેવાલના આધારે તપાસ હાથ ધરી હતી, આખરે નિઝર તાલુકાના વેલ્દા ગામમાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં પતિ-પત્ની બંનેના નામ પર આવાસ આપવામાં આવેલ છે જે ગેરકાયદેસર છે અને એમની પાસેથી સરકારી સહાયની રકમ પરત મેળવાશે એમ તપાસ અધિકારી દ્વારા લેખિતમાં અરજદારને જણાવ્યુ હતું. ગ્રામપંચાયતના પદાધિકારીઓ અને તાલુકા પંચાયતના કર્મચારીઓ દ્વારા ગેરરીતિ કરવામાં આવેલ હોય તેમ તાલુકા વિકાસ અધિકારીએ તપાસ બાદ લેખિતમા જણાવ્યું છે. પરંતુ આજદિન સુધી તાલુકા વિકાસ અધિકારીએ વેલ્દા ગ્રામ પંચાયતના પદાધિકારીઓ અને નિઝર તાલુકા પંચાયતના પ્રધાનમંત્રી આવાસ શાખાના કર્મચારીઓ ઉપર કોઈ કાર્યવાહી કરી નથી જેથી તાલુકા વિકાસ અધિકારી પણ શંકાના ધેરામાં આવી ગયા છે ? પતિ-પત્નીને આવાસ આપવામાં આવેલ છે એ ગેરરીતિ દેખાય છે અને અધિકારીઓ દ્વારા રિકવરી કરવામાં આવશે એમ કહેવામાં આવે છે. પરંતુ જે તે પદાધિકારીઓ/કર્મચારીઓ દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ભ્રષ્ટાચાર કરવામાં આવેલ છે. તે તંત્રને દેખાતું નથી ? ભ્રષ્ટ અધિકારીઓને કેમ બચાવવામાં આવે છે ? આ પ્રશ્ન હાલના ઉઠી રહ્યો છે. અરજદારને હાલના તાલુકા વિકાસ અધિકારી દ્રારા સાત મહિનાથી ફક્ત તપાસના નામે ગેરમાર્ગે દોરવામાં આવતા અને વારંવાર જિલ્લામાં અને તાલુકામાં લેખિત ફરિયાદો કરવા છતાં પણ અરજદારને ન્યાય ન મળતા આખરે ભૂખ હડતાલની ચમકી આપવામાં આવેલ હતી. છતાં પણ તંત્ર એટલી જાડી ચામડીનું છે કે કોઈ ફરક પડતો નથી. અરજદારોએ જણાવ્યું છે કે તારીખ ૧૫/૦૭/૨૦૨૪ના રોજ નિઝર તાલુકા પંચાયત કચેરીમા ભૂખ હડતાલ પર બેસી વિરોધ પ્રદર્શન કરવા માટે તજવીજ હાથ ધરી છે. જ્યાં સુધી અરજદારોને ન્યાય ન મળે ત્યાં સુધી ભૂખહડતાલ પર બેસવા અરજદારોએ જણાવ્યું છે.

ત્યારે હાલમાં જોવાનું એ રહયું કે, ગ્રામપંચાયતના પદાધિકારીઓ અને તાલુકા પંચાયતના પ્રધાનમંત્રી આવાસ યોજનાના કર્મચારીઓ ઉપર શું પગલાં લેવામાં આવશે ? ભ્રષ્ટાચારીઓને હોદ્દા પરથી દૂર કરવામાં આવશે કે પછી તાલુકા વિકાસ અધિકારી ભ્રષ્ટ અધિકારીઓ બચાવી લેવા હવાતીયા મારશે એ આવનાર સમયમાં ખબર પડશે.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other