સોનગઢ પોલીસ સ્ટેશનના પ્રોહીબિશનના ગુન્હામાં વોન્ટેડ આરોપીને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાંચ તાપી તથા પેરોલ ફર્લો સ્કોર્ડ
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : આજરોજ શ્રી એન.જી. પાંચાણી, ઇન્ચાર્જ પોલીસ ઈન્સ્પેકટર, એલ.સી.બી. તાપીની સીધી સુચના અને માર્ગદર્શન હેઠળ એ.એસ.આઇ. જગદીશભાઇ જોરારામભાઈ, એલ.સી.બી. તાપી, એલ.સી.બી./ પેરોલ ફર્લો સ્કોર્ડ તાપીના પોલીસ માણસો સાથે સોનગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાઇટ પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન અ.હે.કો. અનિરૂધ્ધસિંહ દેવસિંહ તથા અ.પો.કો. રાહુલભાઇ દિગંબરભાઈને મળેલ બાતમી આધારે સોનગઢ ઉકાઈ રોડ એસ્સાર પેટ્રોલ પંપ પાસેથી સોનગઢ પોલીસ સ્ટેશનમા નોંધાયેલ પ્રોહીબિશનના ગુનામા સંડોવાયેલ નાસતો–ફરતો વોન્ટેડ આરોપી- હીતેશ સુરેશભાઈ વસાવા ઉ.વ.૩૦ રહે-પાખરી ગામ નિશાળ ફળીયુ, તા.ઉચ્છલ જી.તાપીને તા.૧૬/૦૬/૨૦૨૪ ના રોજ પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામા આવેલ છે.
કામગીરી કરનાર ટીમ :-
ઇન્ચાર્જ પો.ઇન્સ.શ્રી એન.જી. પાંચાણી એલ.સી.બી. તાપીની સુચનાથી એ.એસ.આઇ. જગદીશભાઇ જોરારામભાઇ, અ.હે.કો. જયેશભાઈ લીલકીયાભાઇ, અ.હે.કો. અનિરૂધ્ધસિંહ દેવસિંહ, અ.પો.કો. રવિન્દ્રભાઈ મહેન્દ્રભાઇ, અ.પો.કો. રાહુલભાઇ દિગંબરભાઇએ કામગીરી કરેલ છે.
