વાલીયા પોલીસ સ્ટેશનના છેલ્લા ત્રણ માસથી ગુમ થનાર મહિલા ને શોઘી કાઢી તેમના વાલી વારસને સોંપતી લોકલ ક્રાઇમ બ્રાંચ તાપી તથા પેરોલ ફર્લો સ્કોર્ડ તાપી
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : શ્રી પ્રેમવીર સિંધ સાહેબ‚ પોલીસ મહાનિરીક્ષક, સુરત વિભાગ, સુરત તથા શ્રી રાહુલ પટેલ સાહેબ, પોલીસ અધિક્ષક, તાપી-વ્યારાએ જિલ્લામાંથી તથા અન્ય જીલ્લામાંથી ગુમ થનાર શોધી કાઢવા સારૂં સુચના આપેલ હોઇ જે અનુસંધાને આજરોજ શ્રી એન.જી.પાંચાણી, ઇન્ચાર્જ પોલીસ ઈન્સ્પેકટર, એલ.સી.બી.શતાપીની સીધી સુચના અને માર્ગદર્શન હેઠળ પો.સ.ઈ.શ્રી જે.બી. આહિર, નોકરી એલ.સી.બી. તાપી, એલ.સી.બી./ પેરોલ ફર્લો સ્કોર્ડ તાપીના પોલીસ માણસો સાથે ફરજ પર હાજર હતા. તે દરમ્યાન સાથેના અ.પો.કો. વિનોદભાઈ પ્રત્તાપભાઈને મળેલ માહિતી તથા ટેકનીકલ સર્વેલન્સ આધારે વાલોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી વાલીયા પો.સ્ટે. ગુમ જાણવા જોગ નંબર-૧૯/૨૦૨૪ મુજબના કામે ગુમ થનાર અરૂણાબેન W/O ગુમાનભાઈ બુબલાભાઈ વસાવા ઉ.વ.૪૯ રહે કેસરગામ નિશાળ ફળીયા તા.વાલીયા જી.ભરૂચ નાઓને હસ્તગત કરી કાર્યવાહી કરી આગળની વધુ કાર્યવાહી માટે વાલોડ પોલીસ સ્ટેશનને સોંપેલ છે.
કામગીરી કરનાર ટીમ :-
ઇન્ચાર્જ પો.ઇન્સ. એન.જી. પાંચાણી એલ.સી.બી.તાપીની સુચનાથી પો.સ.ઇ.શ્રી જે.બી. આહિર, એલ.સી.બી. તાપી તથા અ.હેડ.કો. ધર્મેશભાઈ મગનભાઈ તથા પો.કો.વિનોદભાઇ પ્રતાપભાઇ તથા પો.કો. રોનક સ્ટીવન્સન તથા પેરોલ ફર્લો સ્કોર્ડ તાપીના પો.કો. વિનોદભાઇ ગોકળભાઇએ કામગીરી કરેલ છે.