નાર્કોટીકસ પદાર્થ ગાંજા સાથે એક આરોપીની ધરપકડ કરતી તાપી એસ.ઓ.જી. ટીમ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : શ્રી રાહુલ પટેલ સાહેબ પોલીસ અધિક્ષકશ્રી તાપી વ્યારાનાઓએ અગામી લોકસભા સામાન્ય ચુંટણી અનુસંધાને એટીએસ ચાર્ટરનાં કેસો કરી કડક કાર્યવાહી કરવા સુચના આપેલ હોય જે અનુસંધાને પોલીસ ઇન્સ્પેકટર. કે.જી. લીંબાચીયા, એસ.ઓ.જી. તાપીની સુચના અને માર્ગદર્શન હેઠળ આજરોજ પો.સ.ઇ. એન.પી. ગરાસીયા એસ.ઓ.જી. તાપીને મળેલ બાતમી હકીકત આધારે ’ભાવેશગીરી ઉર્ફે ગુડુ રાજેશગીરી ગોસ્વામી ઉ.વ.૨૭ રહે –સોનગઢ નવાગામ જમાદાર ફળીયુ, તા.સોનગઢ. જી.તાપીનાં કબ્જામાંથી વનસ્પતિ જન્ય ગાંજો કુલ વજન ૦.૮૨૦ કિલો ગ્રામ કિ.રૂપીયા ૮,૨૦૦/- તથા અન્ય મુદ્દામાલ મળી કુલ કિમત રૂપીયા ૧૩,૬૫૦/-ની સાથે પકડાઇ જતા ગાંજો આપનારને વોન્ટેડ જાહેર કરી સોનગઢ પોલીસ સ્ટેશનમા ધી એન.ડી.પી.એસ એકટ ૧૯૮૫ મુજબ ગુન્હો રજીસ્ટર કરવામાં આવેલ છે.
પકડાયેલ આરોપી :-
(૧) ભાવેશગીરી ઉર્ફે ગુડુ રાજેશગીરી ગોસ્વામી ઉ.વ.૨૭ રહે –સોનગઢ નવાગામ જમાદાર ફળીયુ, તા.સોનગઢ. જી.તાપી
કામગીરી કરનાર અધિકારી /કર્મચારીના નામ-
(૧) પોલીસ ઇન્સ્પેકટરશ્રી. કે.જી. લીંબાચીયા. એસ.ઓ.જી. તાપી.
(૨) પો.સ.ઈશ્રી. એન.પી. ગરાસીયા એસ.ઓ.જી. તાપી
(૩) એ.એસ.આઇ. અજયભાઇ દાદાભાઇ એસ.ઓ.જી. તાપી.
(૪) એ.એસ.આઇ. આનંદજી ચેમાભાઇ એસ.ઓ.જી. તાપી.
(૫) આ.હે.કો. રાજેન્દ્ર યાદવરાવ એસ.ઓ.જી. તાપી.
(૬) અ.હે.કો. દાઉદભાઇ ઠાકોરભાઇ એસ.ઓ.જી. તાપી.
(૭) આ.પો.કો. વિપુલભાઇ રમણભાઇ એસ.ઓ.જી. તાપી.
(૮) આ.પો.કો. વિજયભાઇ બબાભાઇ એસ.ઓ.જી. તાપી.