સોનગઢ પોલીસ સ્ટેશનના પ્રોહીબિશનના ગુન્હામાં નાસતા- ફરતા વોન્ટેડ આરોપીને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાંચ તાપી તથા પેરોલ ફર્લો સ્કોર્ડ તાપી
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : આજરોજ શ્રી એન.જી. પાંચાણી, ઇન્ચાર્જ પોલીસ ઈન્સ્પેકટર, એલ.સી.બી. તાપીની સીધી સુચના અને માર્ગદર્શન હેઠળ અ.હે.કો. અનિરૂધ્ધસિંહ દેવસિંહ સોલંકી નોકરી એલ.સી.બી. તાપીએ એલ.સી.બી. તથા પેરોલ ફર્લો સ્કોર્ડ તાપીના પોલીસ માણસો સાથે સોનગઢ પોલીસ સ્ટેશન વિસ્તારના સોનગઢ વાંકવેલ એલ.કે. રોડ નાકા પોઇન્ટ ઉપર વાહન ચેકીંગમા હતા. તે દરમ્યાન સાથેના એ.એસ.આઇ જગદીશભાઇ જોરારામ તથા અ.હે.કો. જયેશભાઇ લીલકીયાભાઇને મળેલ સંયુક્ત બાતમી આધારે સોનગઢના વાંકવેલ એલ.કે. રોડ નાકા પોઇન્ટ ઉપરથી સોનગઢ પોલીસ સ્ટેશનમા નોંધાયેલ પ્રોહિબીશનના ગુનાના કામે સંડોવાયેલ નાસતો-ફરતો વોન્ટેડ આરોપી- આશીષ વનસીંગ વળવી ઉ.વ.૨૭ હાલ રહે.લક્કડકોટ સબસીડી ફળીયુ, તા.નવાપુર, જી.નંદુરબાર (મહા) મુળ રહે-ઝરીપાડા ખાંડબારા તા.નવાપુર, જી.નંદુરબાર (મહા)ને તા.૨૨/૦૪/૨૦૨૪ ના રોજ પકડી પાડી આરોપી વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી આગળની વધુ કાર્યવાહી માટે સોનગઢ પોલીસ સ્ટેશનને સોંપેલ છે.
કામગીરી કરનાર ટીમ :-
ઇન્ચાર્જ પો.ઇન્સ. એન.જી. પાંચાણી એલ.સી.બી. તાપીની સુચનાથી એ.એસ.આઇ જગદીશભાઇ જોરારામ, અ.હે.કો. અનિરૂધ્ધસિંહ દેવસિંહ સોલંકી, અ.હે.કો. જયેશભાઇ લીલકીયાભાઇ, અ.પો.કો. રવિન્દ્રભાઇ મહેન્દ્રભાઈ, તમામ નોકરી એલ.સી.બી. તાપી તથા અ.પો.કો. દિપકભાઇ સેવજીભાઇ, નોકરી પેરોલ/ફર્લો સ્કોડ-તાપીએ કામગીરી કરેલ છે.
