વ્યારા પોલીસ સ્ટેશનના ચોરીના ગુન્હામાં છેલ્લા નવ વર્ષથી નાસતા- ફરતા કાયદાના સંધર્ષમાં આવેલ કિશોરને પકડી પાડી ડીટેઇન કરતી લોકલ ક્રાઇમ બ્રાંચ તાપી તથા પેરોલ ફર્લો સ્કોર્ડ તાપી
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : આજરોજ શ્રી એન.જી. પાંચાણી, ઇન્ચાર્જ પોલીસ ઈન્સ્પેકટર, એલ.સી.બી. તાપીની સીધી સુચના અને માર્ગદર્શન હેઠળ પો.સ.ઇ.શ્રી એન.એસ. વસાવા, નોકરી પેરોલ ફર્લો સ્કોર્ડ તાપી, એલ.સી.બી. તાપીના પોલીસ માણસો સાથે ફરજ પર હાજર હતા તે દરમ્યાન સાથેના અ.હે.કો. ધર્મેશભાઇ મગનભાઇ તથા અ.પો.કો. રોનકભાઈ સ્ટીવનશનભાઇને મળેલ સંયુક્ત બાતમી આધારે સુરત શહેર પાલ ગૌરવપથ રોડ ખાતેથી વ્યારા પો.સ્ટે. માં નોંધાયેલ ચોરીના ગુનામા સંડોવાયેલ નાસતો-ફરતો કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરને તા.૨૦/૦૪/૨૦૨૪ ના રોજ શોધી કાઢી આગળની કાયદેસરની કાર્યવાહી માટે વ્યારા પોલીસ સ્ટેશન ખાતે સોંપેલ છે.
કામગીરી કરનાર ટીમ :-
ઇન્ચાર્જ પો.ઇન્સ. એન.જી. પાંચાણી એલ.સી.બી. તાપીની સુચનાથી પો.સ.ઇ.શ્રી એન.એસ. વસાવા, નોકરી પેરોલ ફર્લો સ્કોર્ડ તાપી તથા અ.હે.કો. ધર્મેશભાઇ મગનભાઇ તથા અ.પો.કો. રોનકભાઇ સ્ટીવનશનભાઇ તથા ઇન્દ્રસીંહ વાલાભાઇ નોકરી- એલ.સી.બી. જી.તાપીએ કામગીરી કરેલ છે.
