રામનવમી જન્મોત્સવ ઉજવણી નીમીતે વ્યારા નગર ખાતે ફ્લેગ માર્ચનું આયોજન
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : અગામી તા.૧૭/૦૪/૨૦૨૪ ના રોજ રામનવમી તહેવારની ઉજવણી કરવામાં આવનાર છે. જે રામનવમી તહેવાર નિમીતે વ્યારા ખાતે રામજી મંદિર કાનપુરા થી મેઇન બજાર થઇ જુના બસ સ્ટેશન થી પરત બેંક રોડ થઇ સુરતી બજાર થઇ કાનપુરા રામજી મંદિર સુધી શોભાયાત્રા કાઢવામાં આવનાર છે. જે અનુસંધાને જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની જળવાઇ રહે અને કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે હેતુથી આજરોજ તા.૧૬/૦૪/૨૦૨૪ ના રોજ વ્યારા નગરમાં મે. પોલીસ અધિક્ષક સાહેબ શ્રી રાહુલ પટેલનાઓના માર્ગદર્શન હેઠળ નાયબ પોલીસ અધિક્ષકશ્રી પી.જી નરવાડે વ્યારા વિભાગ, વ્યારા જી.તાપીના અધ્યક્ષ સ્થાને ફ્લેગ માર્ચ, એરીયા ડોમીનન્સ તથા ફુટ પેટ્રોલીંગનું આયોજન કરવામાં આવેલ. જે ફ્લેગ માર્ચમાં શ્રી એન.એસ.ચૌહાણ પોલીસ ઇન્સ્પેકટર વ્યારા પોલીસ સ્ટેશન, શ્રી કે.જી.લીમ્બાચીયા પોલીસ ઇન્સ્પેકટર એસ.ઓ.જી તાપી વ્યારા, શ્રી એન.એમ.રાવત પોલીસ ઇન્સ્પેકટર વ્યારા પોલીસ સ્ટેશન, CAPFs ના પોલીસ ઇન્સ્પેકટર શ્રી યાદવ, શ્રી જે.પી મેવાડા તથા શ્રીમતિ એન.વી ચૌધરી પો.સ.ઇ.વ્યારા પોલીસ સ્ટેશન તથા અન્ય પોલીસ અધિકારી/ કર્મચારી તથા અત્રેના તાપી જિલ્લામાં ફાળવવામાં આવેલ CISF કંપનીના કર્મચારીઓ તથા TRB/GRD સભ્યો હાજર રહેલ
