સોનગઢ પોલીસ સ્ટેશનના છેતરપીંડીના ગુન્હામાં નાસતા- ફરતા વોન્ટેડ આરોપીને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાંચ તથા પેરોલ- ફર્લો સ્કોર્ડ તાપી
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : આજરોજ શ્રી એન.જી. પાંચાણી, ઇન્ચાર્જ પોલીસ ઈન્સ્પેકટર, એલ.સી.બી. તાપીની સીધી સુચના અને માર્ગદર્શન હેઠળ પો.સ.ઈ.શ્રી એન.એસ. વસાવા નોકરી પેરોલ ફર્લો સ્કોર્ડ તાપી, એલ.સી.બી. તથા પેરોલ/ફર્લો સ્કોડ તાપીના પોલીસ માણસો સાથે નિઝર પોલીસ સ્ટેશન વિસ્તારના આંતર રાજ્ય ચેકપોસ્ટ ડોડવા નાકા પોઇન્ટ ખાતે વાહન ચેકીંગમા હતા. તે દરમ્યાન સાથેના અ.હે.કો. અનિરૂધ્ધસસિંહ દેવસિંહ તથા અ.પો.કો. દિપકભાઇ સેવજીભાઇને મળેલ સંયુક્ત બાતમી આધારે ડોડવા નાકા પોઇન્ટ ખાતેથી સોનગઢ પોલીસ સ્ટેશનમા નોંધાયેલ છેતરપીંડીના ગુન્હામાં સંડોવાયેલ નાસતો-ફરતો વોન્ટેડ આરોપી- દશરથભાઇ હોમાભાઇ વળવી ઉ.વ.૫૦,રહે.લોયગામ પોસ્ટ પીપલોદ તા. જી. નંદુરબાર (મહા.) ને હિરો હોન્ડા સ્પલેન્ડર મોટર સાયકલ નં.GJ.06.FA.1039 જેની કિ.રૂ.૨૦,૦૦૦/- તથા એક કાળા કલરનો સેમસંગ કંપનીનો મોબાઇલ જેની કિ.રૂ.૫૦૦/- ની સાથે તા.૧૪/૦૪/૨૦૨૪ ના રોજ પકડી પાડી આરોપી વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી આગળની વધુ કાર્યવાહી માટે નિઝર પોલીસ સ્ટેશનને સોંપેલ છે.
કામગીરી કરનાર ટીમ :-
ઇન્ચાર્જ પો.ઇન્સ.શ્રી એન.જી. પાંચાણી એલ.સી.બી. તાપીની સુચનાથી પો.સ.ઇ.શ્રી એન.એસ. વસાવા, પેરોલ ફર્લો સ્કોર્ડ તાપી તથા અ.હે.કો. અનિરૂધ્ધસસિંહ દેવસિંહ, નોકરી એલ.સી.બી તાપી તથા અ.પો.કો. દિપકભાઇ સેવજીભાઇ, નોકરી પેરોલ/ફર્લો સ્કોડ-તાપીએ કામગીરી કરેલ છે.
