ખેરવાડા રેન્જમાંથી વન્ય પ્રાણી દિપડા, વણીયર વિગરેની હત્યા કરી અંગોની ચોરી કરતા શિકારીઓને તાપી વનવિભાગે ઝડપી લીધા

મુખ્ય વન સંરક્ષક સુરતના માર્ગદર્શન હેઠળ તાપી વનવિભાગના જાંબાઝ અધિકારીઓએ ખેરવાડા ગામના કુલ-૦૬ શિકારીઓને બાતમીના આધારે ઝડપી લઈ મુદૃદામાલ સાથે અટક કરી
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૧૧- તારીખ ૦૩/૦૪/૨૦૨૪ ના રોજ ખેરવાડા રેંજ કં.નં. ૪૯ માંથી વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ-૧૯૭૨ થી રક્ષિત શિડયુલ-૧ ના વન્યપ્રાણી દિપડાનો શિકાર કરી મૃતદેહમાંથી ચાર પગ, દાંત જડબા સાથે, મુંછના વાળ તીક્ષ્ણ હથિયારથી કાપી કાઢી શિકારીઓએ લઇ જઇ ચોરી કરી શિકાર થયેલ હાલતમાં મૃતદેહ મળી આવેલ હતો જે બનાવ અંગે ખેરવાડા રેંજ ગુના રજીસ્ટર નંબર Kવપસ/૦૪/૨૦૨૪-૨૫ ભારતીય વન અધિનિયમ-૧૯૨૭ ની કલમ-૨(૪), ૨૬P(ક), (ખ), (ગ), (ચ), (છ), (જ), (ઝ), (ટ) તથા વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ-૧૯૭૨ ની કલમ-૨(૧), (૧૧), (૧૨-બી), (૧૫), (૧૬), (૨૦), (૨૫-બી), (૩૧), (૩૨), (૩૩), (૩૫), (૩૬), (૩૭), ૯, ૩૯, ૪૩, ૪૪, ૪૯(ક), (ખ),૫૦,૫૧,૫૨,૫૭ (દિપડો શિડયુલ-૧ પાર્ટ-A ક્રમ નં. ૪૩ મુજબ) હેઠળનો શિકારનો ગુનો રેંજ ફોરેસ્ટ ઓફિસર અને વાઈલ્ડ લાઈફ વોર્ડન ખેરવાડાને મળેલ સત્તાની રૂએ દાખલ કરેલ છે.
જે અનુંસંધાને શિકારના ગુનાકામની તપાસમાં મુખ્ય વન સંરક્ષક સુરત ડો. કે. શશીકુમાર તથા નાયબ વન સંરક્ષક, તાપીશ્રી પુનિત નૈયર બન્ને ઉચ્ચ અધિકારીઓએ બનાવના સ્થળની રુબરુ મુલાકાત કરી બનાવનો તાગ મેળવી ગુનો શોધી કાઢવા તથા ગુનામાં સંડોવાયેલ આરોપીઓને શોધી કાઢવા ચાવીરુપ માર્ગદર્શન આપ્યું હતું. ત્યારબાદ આગળની તપાસમાં ગુનો શોધી કાઢવા તથા ગુનામાં સંડોવાયેલ આરોપીઓને શોધી કાઢી પકડી પાડવાની દિશામાં તપાસ હાથ ધરી જે વધુ તપાસમા અલગ-અલગ સ્થળે રેડ કરતા અને બનાવને સંલગ્ન ઇસમોના નિવેદનો નોંધી ગુનામા સંડોવાયેલ ઇસમો સુધી પહોંચી કુલ ૦૬ ઇસમોને તારીખ ૦૮/૦૪/૨૦૨૪ ના રોજ ૧૭:૦૫ કલાકથી ૧૯:૫૦ કલાક સુધીમાં ધોરણસર અટક કરી, અટક કરેલ કુલ ૦૬ ઈસમોની પુછપરછ કરી તપાસમાં સરકારી પંચોને સાથે રાખી વધુ તપાસ અને પુછપરછ કરતા આરોપી ફતેસિંગભાઈ કાથુડીયાભાઈ વસાવા એ પોતાના ખેતરની બાજુના ગૌચરની જમીનમા ડાંગર અને મક્કાઈના પુળીયા (કુંડા)માં શિકારથી મેળવેલ દિપડાના મુંછના આરોપીઓને વાળ નંગ-૦૨ સંતાડેલી જગ્યાએથી સરકારી પંચોની હાજરીમાં શોધી કાઢી રજુ કરતા ધોરણસર શિકારથી ગુમ થયેલ મુદ્દામાલ તારીખ ૦૯/૦૪/૨૦૨૪ ના રોજ આરોપીના કબ્જા માંથી કબ્જે કર્યો, ચાલુ તપાસ દરમ્યાન રેડની કાર્યવાહીમાં અટક કરેલ આરોપીઓ પૈકી બાલુભાઈ જમશીભાઈ વસાવાના ઘરે તારીખ ૦૫/૦૪/૨૦૨૪ ના રોજ સરકારી પંચો સાથે રાખી રેડ કરેલ જેમાં સિવીયેટ (વણીયર) અનુસુચિ-૧ ના વન્યપ્રાણીના કપાયેલા પગ નંગ-૦૪ પોતાના માલિકીના મકાનમાંથી મળી આવતા ધોરણસર બીજો વધારાનો ગુનો ભારતીય વન અધીનિયમ-૧૯૨૭ ની કલમ ૨(૪), ૨૬(ક), (ખ), (ગ), (ચ), (છ), (જ), (ઝ),(ટ). તથા વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ-૧૯૭૨ ની કલમ ૨(૧), (૧૧),(૧૨- બી), (૧૫),(૧૬), (૨૦), (૨૫-બી), (૩૧), (૩૨), (૩૩), (૩૫), (૩૬), (૩૭), ૯, ૩૯, ૪૩, ૪૪, ૪૯(ક), (ખ),૫૦,૫૧,૫૨,૫૭ (વણીયર શિડયુલ-૧ મુજબ) હેઠળ ખેરવાડા રેંજ ગુના રજીસ્ટર નંબર Kવપસ/૦૫/૨૦૨૪-૨૫ તારીખ ૦૬/૦૪/૨૦૨૪ થી આ આરોપીઓ વિરુધ ગુનો દાખલ કરી ગુનાનો ભેદ ઉકેલવાની તજવીજ હાથ ધરેલ.
પકડાયેલા આરોપીઓઃ-
૧.માનસિંગભાઈ મગનભાઈ વસાવા. આ.ઉ.વ. ૪૨. રહે.ખેરવાડા, ગામતળાવ ફળીયુ.
૨. ફતેસિંગભાઈ કાથુડીયાભાઈ વસાવા. ૩. ચંદુભાઈ સોનજીભાઈ વસાવા. આ.ઉ.વ. ૬૦. રહે ખેરવાડા, ગામતળાવ ફળીયુ. આ.ઉ.વ. ૪૨. રહે ખેરવાડા, ગામતળાવ ફળીયુ
૪. માગતીયાભાઈ રુપાભાઈ વસાવા. આ.ઉ.વ. ૬૦. રહે.ખેરવાડા, જાતરા ફળીયુ.
૫. બાલુભાઈ જમશીભાઈ વસાવા. આ.ઉ.વ. ૪૫. રહે.ખેરવાડા, જાતરા ફળીયુ.
૬. કુંવરજીભાઈ ઝીણાભાઈ વસાવા. આ.ઉ.વ. ૩૫. રહે.ખેરવાડા, ગામતળાવ ફળીયુ.
કબજે કરેલ મુદ્દામાલ-
૧. સાગનું લાકડુ (૧૯૮ સે.મી. લંબાઈ ૨૪ સે.મી. ઘેરાઈ) નંગ-૦૧, જેની અંદાજીત કિંમત- ૦૦/-
૨. કલમનું લાકડુ (૧૩૭ સે.મી. લંબાઈ ૨૭ સે.મી. ઘેરાઈ) નંગ-૦૧, જેની અંદાજીત કિંમત- ૦૦/-
૩. કલચ વાયરનો ફાંસલો (૧૧૨ સે.મી. લંબાઈ) નંગ-૦૧,જેની અંદાજીત કિંમત- ૬૦/-
૪. પથ્થર (જેનું વજન- ૧૩.૩૪૬ કિ.ગ્રા.) નંગ-૦૨,જેની અંદાજીત કિંમત- ૦૦/-
૫. સીવીયેટ કેટ (વણીયર) ના કપાયેલા પગ નંગ-૦૪ જેની અંદાજીત કિંમત- ૦૦/-
૬. મોબાઈલ નંગ-૦૨, જેની અંદાજીત કિંમત- ૧૬૦૦/-
૭. વન્યપ્રાણીના મુંછના વાળ નંગ-૦૨, જેની અંદાજીત કિંમત- ૦૦/-
આ ગુનો જંગલી મુંગા પ્રાણીઓ સબંધીત હોય જે વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ-૧૯૭૨ મુજબ ગુનામાં સંડોવાયેલ ઇસમો તથા ગુના સબંધીત બાતમીદારોને ખાનગી ઈનામની જોગવાઈ હોય જેથી આ ગુના સબંધીત ખાનગી બાતમી આપનારને જોગવાઈ મુજબનું ઈનામ ખાનગી રીતે આપવામાં આવશે. જેથી ખાનગી બાતમીદારોએ ખાનગી બાતમી અમોને આપવા જાહેર જનતાને અપીલ કરવામાં આવે છે.
આ એકટ ભારતના રાષ્ટ્રિય સંપતિ એવા જંગલી મુંગા પ્રાણીઓનો વિશિષ્ટ એકટ છે. આ એકટની કલમ-પર મુજબ આ ગુનામાં ખોટી રીતે સીધા કે આડકતરી રીતે આરોપીઓને મદદ, ઉશ્કેરણી કે પ્રોત્સાહન કરનાર કે કરાવનાર કોઈ પણ નાગરિકને આ એકટની મદદગારીની જોગવાઈ લાગુ પડે છે. જેથી આ અધિનિયમની અમલવારી માં સીધા કે આડકતરી રીતે અવરોધ ઉભો કરશે તેઓ પણ આ વિશિષ્ટ કાયદાની કલમની જોગવાઈ મુજબ ગુનેગાર ગણાય છે. જેથી જાહેર જનતા આ વિશિષ્ટ કાયદાની અમલવારી માં કોઈ બાધ ઉભો ન કરે તે બાબત પણ જાહેર જનતાને અપીલ કરવામાં આવે છે.
આ શિકારમાં દિપડાના અન્ય ગુમ અવયવો આરોપીઓના કબ્જા માંથી મેળવવા તથા ગુનામાં સંડોવાયેલ અન્ય આરોપીઓ પકડવા વન વિભાગ દ્વારા વધુ તપાસ ચલાવવામાં આવી રહી છે.
૦૦૦૦૦૦૦૦૦૦