બહાદુરીપૂર્વક બિમારી પર વિજય મેળવ્યો –તબીબી ચમત્કારથી…
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જિલ્લાના ડોસવાડા ગામની 1 વર્ષ અને 2 મહિનાની બાળકી આન્યા આશિષ ગામીત. કે જેણે દુ:ખદ રીતે તેના માતા-પિતા બંનેનુ અવસાન થવાથી ગુમાવ્યા હતા, હાલ તેનો ઉછેર તેના મામા ના પરિવાર દ્વારા કરવામાં આવી રહ્યો છે. આ નાની બાળકીને તાવ, શ્વાસ લેવામાં તકલીફ, શરદી અને ઉધરસની ફરિયાદ સાથે 27-02-24 ના રોજ મોદી ચિલ્ડ્રન હોસ્પિટલ વ્યારામાં દાખલ કરવામાં આવી હતી. આ બાળકીને જ્ન્મજાત સિકલ સેલ એનિમિયા સાથે કોગ્યુલોપથી અને ક્લેબસિએલા સેપ્ટિસેમિયા સાથે ગંભીર એસિનેટોબેક્ટર ન્યુમોનિયા હોવાનું આવ્યું હતું.
તેથી તેણીને પીડિયાટ્રિક કન્સલ્ટન્ટ ડૉ. કિંશુક મોદી, ડૉ. વિભૂતિ ગામીત, ડૉ. પ્રિયા પટેલ, ડૉ.નૈમેશ મોદી તેમજ સમર્પિત પી.આઈ.સી.યુ. નર્સિંગ સ્ટાફ અને મેડિકલ ઓફિસરોના દેખરેખ હેઠળ પી.આઈ.સી.યુ.માં સઘન સારવાર આપવામાં આવી હતી, PICU માં આન્યાની સારવાર ઘણા ઉતાર-ચઢાવ સાથેની રહી હતી, PICU માં લેબોરેટરી, 2D ઇકો ઉપરાંત અન્ય તપાસ કરાવવામાં આવેલ હતી તેમજ આ સારવારમાં 8 થી 10 દિવસ વેન્ટિલેટર ઉપર પણ રાખવામા આવેલ હતી, આ સારવાર આયુષ્માન ભારત (PMJAY) યોજના હેઠળ દર્દીને કોઈપણ ખર્ચ વિના પૂરી પાડવામાં આવી હતી.
PICU માં બાળકીની એક મહિનાની લાંબી સારવારમાં તેણીએ આ રોગની વિરુદ્ધ રોગને માત આપીને 02-04-2024 ના રોજ બાળકીને હર્ષ અને ઉલ્લાસ સાથે હોસ્પિટલમાથી રજા આપવામાં આવી હતી.
આન્યાના પરિવાર દ્વારા મોદી ચિલ્ડ્રન હોસ્પિટલ દ્વારા પૂરી પાડવામાં આવેલ સાર સંભાળ માટે હોસ્પિટલના ડોક્ટરો અને સ્ટાફ મિત્રોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કયૌ હતો.
મોદી ચિલ્ડ્રન હોસ્પિટલ, વ્યારાના સ્ટાફ અને ડોક્ટરોની ટીમની મહેનત અને ભગવાનના આશીર્વાદથી આ બધુ સારી રીતે પાર પડ્યું હતું, અને આખરે આન્યાને ગંભીર રોગમાંથી જીવતદાન મળ્યું હતું.