પ્રોહીબિશનના ગુનામાં નાસતા ફરતા આરોપીને પકડી પાડતી સોનગઢ પોલીસ
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : પોલીસ ઇન્સપેક્ટરશ્રી, સોનગઢ પો.સ્ટે. નાઓની સીધી સુચના અને માર્ગદર્શન મુજબ આજરોજ સોનગઢ પોલીસના માણસો પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન અ.પો.કો. ગોપાલકુમાર કાળુભાઈ તથા અપો.કો. રાજીશભાઇ ગોપાળભાઇને ખાનગી રાહે સંયુક્ત બાતમી મળેલ કે, સોનગઢ પોલીસ સ્ટેશનના પ્રોહીબિશનના ગુનામા નાસતો ફરતો આરોપી રાજેશ ઉર્ફે પિયુષ ઉત્તમભાઇ સેલાર, રહે-ઘરનં-૨૧, નારાયણ નગર, હનુમાનટેકરી પાસે, રાંદેર, સુરત શહેર, સોનગઢ ગામે ઓટા ચાર રસ્તા ખાતે ઉભેલ છે. જેથી રેડ કરી તેને પકડી પાડી સોનગઢ પોલીસ સ્ટેશન લાવી ખાત્રી કરતા આ વ્યકિત સોનગઢ પોલીસ સ્ટેશનના પ્રોહીબિશનના ગુનામા વોન્ટેડ હોય આરોપીને અટક કરેલ છે. આ બાબતે વધુ તપાસ કે.આર. પટેલ, પોલીસ સબ ઇન્સપેક્ટર, સોનગઢ પોલીસ સ્ટેશન કરી રહેલ છે.
પકડાયેલ આરોપીનું નામ સરનામું :
રાજેશ ઉર્ફે પિયુષ ઉત્તમભાઇ સેલાર, રહે-ઘરનં-૨૧, નારાયણ નગર, હનુમાન ટેકરી પાસે, રાંદેર, સુરત શહેર
કામગીરી કરનાર પોલીસ અધિકારી/કર્મચારી
1. PI ડી.એસ. ગોહીલ,
2. PSI કે.આર. પટેલ,
3. UHC અનિલભાઇ રામચંદ્રભાઈ
4. AHC પ્રવિણભાઇ ભરતભાઈ
5. અ.પો.કો. ગોપાલકુમાર કાળુભાઇ,
6. અ.પો.કો. રાજીશભાઈ ગોપાળભાઇ,
7. અ.પો.કો. પિયુશભાઇ રામુભાઈ તથા ટીમ સોનગઢ પોલીસ સ્ટેશન
