તાપી જિલ્લાના નિઝર તાલુકાના વેલ્દા ગામમાં ૧૫માં નાણાંપંચની યોજનાના કામોમાં લાખો રૂપિયાની ભ્રષ્ટ્રચાર!
(મુકેશ પાડવી દ્રારા, વેલ્દા-નિઝર) : નિઝર તાલુકાના વેલ્દા ગામમાં દરેક ગલીમાં જૂની ગટરની પાઇપ લાઈન હતી તે ગટરની પાઇપ લાઈનમાં ગટરના પાણીનો બરાબર નિકાલ થતો ન હતો પરંતુ હાલમાં આચાર સંહિતાનો લાભ લઇ જૂની વહીવટી કહી જૂની ગટરની પાઇપ લાઈન કાઢીને આર. સી. સી. ગટર બનાવી દેવામાં આવી રહી છે. આ આર. સી. સી. ગટર બનાવતી વખતે વેલ્દા ગામની બી. આર.સી. ભવનની જુની સ્ટાઇલો અને જુના સળિયા લોખંડનો ઉપયોગ આર.સી.સી. ગટરમાં ઉપયોગ કરવામાં આવેલ છે. આ આર. સી. સી. ગટરના કામમાં ગેરરીતી આચારવામાં આવેલ હોય તે ફોટામાં સ્પષ્ટ દેખાઈ આવે છે. જ્યાં જ્યાં ગટર બનાવવામાં આવેલ છે આર.સી.સી. કે પછી પાઈપ લાઈન ગટરનું કામ હોય તે તપાસ કરવામાં આવે તો જુના ગટરની પાઇપ લાઈન કાઢીને નવી આર. સી. સી. ગટર કે પછી જૂની ગટરની પાઇપ લાઈન કાઢીને નવી ગટરની પાઇપ લાઈન નાખવાનો અર્થ શુ ? કેમ કે જૂની ગટર પાઇપ લાઈન સારી હાલતમાં પાઇપ જોવા મળી રહ્યા છે. છતાં પણ હાલના સરપંચ, તલાટી અને તાલુકાના બાંધકામ શાખાના બાંધકામ એન્જિનિયર, ટેકનિકલ એન્જિનિયર દ્વારા ખોટી રીતે સારા પાઇપ કાઢીને નવી પાઇપલાઇન નાખવામાં આવેલ છે. સરકારશ્રીના લાખો રૂપિયા ખોટી રીતે દુરુપયોગ કરવામાં આવી રહ્યા છે. જૂની ગટર અને નવી ગટર પાઇપ લાઈનની તપાસ કરવામાં આવે તો ભ્રષ્ટાચાર નો મોટું કૌભાંડ બહાર આવશે !!? ગટર બનાવવા માટે કોઈ એસ્ટીમેન્ટ પ્રમાણે કામ કરવામાં આવેલ નથી. એસ્ટીમેન્ટ વગર લેભાગુ કોન્ટ્રાક્ટરે આર. સી. સી. ગટર અને પાઇપ લાઈન ગટર બનાવી દેવામાં આવેલ છે. છતાં પણ સ્થાનિક અધિકારીઓ જાણે કુંભકર્ણની નિંદ્રામાં ઉંઘવાનો ઢોંગ કરી રહ્યા છે. નિઝર તાલુકા પંચાયતથી કામોના બિલ નિયમિત ફાળવણી જોયા વગર જ કરી દેવામાં આવે છે. તાલુકાના બાંધકામ શાખાના એન્જિનિયર અને ટેકનીકલ એન્જિનિયર દ્વારા આ કામોને જોયા વગર જ બિલ પાસ કરી દેવામાં આવે છે. ફોટોમાં જોઈ શકાય છે કે કેવા સળિયા વાપરવામાં આવેલ છે જે તદ્દન ખરાબ ક્વોલીટીના સળિયા હોય તે સળીયા આર.સી.સી. ગટરમાં ઉપયોગ કરવામાં આવેલ છે. હાલના સરપંચ અને તલાટી ક્રમ મંત્રી સત્તાનો દુરુપયોગ કરી રહ્યા છે તે દેખાઈ રહ્યું છે ? લેભાગુ કોન્ટ્રાક્ટરને વિકાસના કામો આપતા, ગામનો વિકાસ કરવાને બદલે ગામનું જ સત્યનાશ કરશે. જુના સળિયા ને જોઈને ખબર પડી જાય છે કે વેલ્દા ગામમાં કેવો વિકાસ થયો હશે ? ક્યાં ને ક્યાં તાલુકા વિકાસ અધિકારીની પણ સાંઠગાંઠ હશે ? સરકારશ્રી દ્વારા લાખો રૂપિયાની ગ્રાન્ટ આપવામાં આવે છે ગામના વિકાસ કરવા માટે પરંતુ ગામના સરપંચ તલાટી અને બાંધકામ શાખાના બાંધકામ એન્જિનિયર, ટેકનીકલ એન્જિનિયર ભ્રષ્ટ હોય તો ગામનો વિકાસ કેવી રીતે થાય ?
નિઝર તાલુકાના વહિવટી તંત્ર ઉપર સવાલો ઉઠવા પામ્યા છે. વેલ્દા ગ્રામ પંચાયત વિસ્તારમાં વિકાસના નામ પર આચારવામાં આવેલ ભ્રષ્ટાચારમાં વેલ્દા ગામના તલાટી, સરપંચ અને તાલુકા પંચાયતના બાંધકામ શાખાના એન્જિનિયર, ટેકનિકલ એન્જિનિયર ટકાવારી લેતા હોય તેવું ફલિત થાય છે. જ્યારે કામ ચાલુ હોય છે ત્યારે કેમ તપાસ કરવા માટે અધિકારીઓ આવતા નથી ? જેવા અનેક પ્રશ્નો ગામના લોકો ચર્ચા કરી રહ્યા છે. ગામના લોકોમાં ચર્ચા ચાલી રહી છે કે આખું તંત્ર જ ભ્રષ્ટાચારમાં ખદબદ હોવાની પ્રતિતી કરાવે છે. આ બાબતે તપાસ થાય તે જરૂરી બન્યુંછે. ભ્રષ્ટાચાર કરનાર સામે શિક્ષાત્મક કાર્યવાહી થાય અને વ્યર્થ ગયેલા નાણાં વિકાસના કામો માટે જમા કરાવવામાં આવે જેથી કરીને ગામનું ભવિષ્ય ઉજ્જવળ બને એવી માંગ ગ્રામજનો કરી રહ્યા છે.