તાપી જીલ્લાના ડોલવણમાં થયેલ મર્ડરના અનડીટેક્ટ ગુન્હાને ગણતરીના દિવસોમાં શોધી કાઢી આરોપીઓને ઝડપી પાડતી તાપી જીલ્લા લોકલ ક્રાઇમ બ્રાંચ તથા પેરોલ ફર્લો સ્ક્વોર્ડ
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : શ્રી રાહુલ પટેલ સાહેબ, IPS, પોલીસ અધિક્ષક, તાપી દ્વારા ગઇ તા.૧૩/૦૩/૨૪ ના રોજ ડોલવણ પોલીસ સ્ટેશનમા નોંધાયેલ મર્ડરનો વણશોધાયેલ ગુન્હાના આરોપીને શોધી કાઢવા સારૂ સુચના અને માર્ગદર્શન આપેલ હોય,
• ગુન્હાની ટુંક વિગત :-
જે ગુન્હાની હકિકત મુજબ ગઈ તા.૧૩/૦૩/૨૦૨૪ ના રોજ અંકુરભાઈ મહેશભાઈ ચૌધરી ઉ.વ.૨૪ રહે. ડોલવણ ચાર રસ્તા પાસે તા.ડોલવણને કોઇ અજાણ્યા વ્યકિતએ કોઇ અગમ્ય કારણસર કોઇક વસ્તુ વડે ગળુ દબાવી સ્થળ ઉપર મોત નીપજાવી નાશી ગયેલ હોય જે ગુનો અનડીટેક્ટ હોય, જે અંગે ડોલવણમા ખૂનના ગુન્હાને ડીટેક્ટ કરવા એલ.સી.બી. તાપી, પેરોલ ફર્લો સ્કોર્ડ તાપી તથા એસ.ઓ.જી. તાપીના સ્ટાફ દ્વારા સઘન પ્રયત્નો હાથ ધરવામાં આવેલ હતા.
ગુન્હો ડીટેક્ટ કરવા કરેલ પ્રયત્નોની વિગત :-
આ ગુનાની તપાસ અર્થે ઇન્ચા.પો.ઈન્સ. શ્રી એન.જી. પાંચાણી, લોકલ ક્રાઈમ બ્રાન્ચ તાપીએ એલ.સી.બી./પેરોલ ફર્લો સ્કોર્ડના પો.સ.ઈ.શ્રી, જે.બી. આહીર તથા પો.સ.ઇ. શ્રી એન.એસ. વસાવા તથા પો.સ.ઈ. શ્રી એન.પી. ગરાસીયા, એસ.ઓ.જી. તાપીના સ્ટાફના પોલીસ માણસો સાથેની અલગ અલગ ટીમો બનાવી સી.સી.ટી.વી. કેમેરા તેમજ ટેકનીકલ સર્વેલન્સ તેમજ ખાનગી બાતમીદારો રોકી તપાસ ચાલુ હતી જે તપાસ દરમ્યાન સાથેના અ.હે.કો. ધર્મેશભાઇ મગનભાઇ તથા પો.કો. રોનક સ્ટીવન્સનને સી.સી.ટી.વી. કેમેરા અને ખાનગી બાતમીદારો દ્વારા માહીતી મળેલ જે આધારે ગુનામા સંડોવાયેલ આરોપી-દીશીલ રાજુભાઇ ખટીક ઉ.વ.૧૯ હાલ રહે,૩, આકાશ કોમ્પલેક્ષ ડોલવણ ચાર રસ્તા પાસે તા.ડોલવણ જી.તાપી મુળ રહે.ગામ-ગુંજોલ ખટીક મહોલ્લા તા.નાથદ્વારા જી.રાજસમદ રાજસ્થાનને ઝડપી પાડી અનડીટેક્ટ ખુનનો ગુનો શોધી કાઢી આરોપી વિરૂધ્ધ આગળની વધુ કાર્યવાહી અર્થે ડોલવણ પો.સ્ટે.ને સોંપેલ છે.
• ગુનો કરવાનો હેતું-
આ કામના મરણજનાર ગુસ્સામાં હોય આરોપીને તમારે કઇ કામ હોય તો જ મારા પાસે આવે છે તેમ કહી આરોપીને ગાળો આપવા લાગેલ જેથી આરોપીએ તેને ગાળ આપવાની ના પાડતા મરણજનાર અને આરોપી સાથે ઝપાઝપી થવા લાગેલ જેથી આરોપીએ મરણજનારના ગળાના ભાગે પકડી લીધેલ
જેથી મરણજનારની જીભ બહાર જેવી નીકળવા લાગતા આરોપીએ તેને ધક્કો મારતા તે ત્યાં મુકેલ ટેબલ સાથે અથડાય નીચે પડી જતા મરણ ગયેલ છે અને આરોપી ત્યાંથી નાસી ગયેલ.
• કામગીરી કરનાર ટીમ-
(૧) ઇન્ચા.પો.ઈન્સ. શ્રી એન.જી. પાંચાણી
(૨) પો.સ.ઇ. જે.બી. આહીર એલ.સી.બી. તાપી
(૩) પો.સ.ઇ. એન.એસ. વસાવા પેરોલ ફર્લો સ્ક્વોર્ડ તાપી
(૪) પો.સ.ઇ. એન.પી. ગરાસીયા એસ.ઓ.જી.તાપી
(૫) એ.એસ.આઇ. ગણપતભાઇ રૂપસિંહ
(૬) એ.એસ.આઇ.જગદીશભાઇ જોરારામ
(૭) હે.કો.ધર્મેશભાઇ મગનભાઇ
(૮) હે.કો.અનિરૂધ્ધસિંહ દેવસિંહ
(૯) હે.કો.બીપીનભાઇ રમેશભાઇ
(૧૦) પો.કો.રોનકભાઇ સ્ટીવનસનભાઇ
(૧૧) પો.કો.ઇન્દ્રસિંહ વાલાભાઇ
(૧૨) અ.પો.કો.વિનોદભાઇ પ્રતાપભાઇ
(૧૩) પો.કો. સુનીલભાઇ ખુશાલભાઇ
(૧૪) પો.કો.અરૂણભાઇ જાલમસિંહ
(૧૫) પો.કો.વિનોદભાઇ ગોકળભાઇ
(૧૬) પો.કો.બ્રીજરાજસિંહ રસીકસિંહ
(૧૭) પો.કો.વિપુલભાઇ રમણભાઇ
