સોનગઢ પોલીસ સ્ટેશનના પ્રોહીબિશનના ગુન્હામાં નાસતા- ફરતા બે વોન્ટેડ આરોપીઓને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાંચ/ પેરોલ- ફર્લો સ્કોર્ડ તાપી
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : આજરોજ શ્રી એન.જી. પાંચાણી, ઇન્ચાર્જ પોલીસ ઈન્સ્પેકટર, એલ.સી.બી. તાપી ઓફિસે હાજર હતા તે દરમ્યાન પેરોલ ફર્લો સ્કોડના અ.હે.કો. બીપીનભાઈ રમેશભાઇ તથા એલ.સી.બી. ના અ.હે.કો. જગદીશ જોરારામને બાતમી મળેલ કે, “સોનગઢ પો.સ્ટે,મા નોંધાયેલ ગુનાના વોન્ટેડ આરોપીઓ (૧) રાહુલ ઝોટી સહાની તથા (૨) ગોપાલ રામેશ્વર ભગત એક સફેદ કલરની મારૂતી સ્વીફ્ટ કાર નં.- GJ-15-CP-1739માં નવાપુર (મહારાષ્ટ્ર) ખાતેથી નીકળી સોનગઢ વ્યારા થઇ સેલવાસ તરફ જનાર છે.” જે બાતમી આધારે ઉચ્છલ પોલીસ સ્ટેશનની હદમાં આવેલ બેડકીપાડા ચેકપોસ્ટ ખાતે આવી અલગ અલગ ટીમ બનાવી વોચમાં હતા તે સમયે નવાપુર (મહારાષ્ટ્ર) તરફથી ઉપરોકત બાતમી હકિકતવાળી કાર આવતા તેને આયોજન પુર્વક કોર્ડન કરી, રોકી લઇ રોડની સાઇડમાં કરી નામ ઠામની ખાત્રી કરતા સોનગઢ પો.સ્ટે,મા નોંધાયેલ ગુનાના કામે સંડોવાયેલ નાસતો-ફરતો વોન્ટેડ આરોપી-(૧) ગોપાલ રામેશ્વર ભગત, ઉ.વ.૨૯, રહે. જે-૧૭, રમણભાઇની ચાલ, આટીયાવાડ ચાર રસ્તા, વિજય બારની સામે, સોમનાથ રોડ, ડાભેલ, નાની દમણ. મુળ રહે. દશરા મેદાન, ખોલી નં.૧૦, શેગાંવ, તા.ખામગાંવ, જી.બુલઢાના (મહારાષ્ટ્ર) (૨) રાહુલ ઝોટી સહાની, ઉ.વ.૪૪, રહે. ફ્લેટ નં.- ૧૦૪, સી/૨, જસ એક્ષોટીકા એપાર્ટમેન્ટ, નરોલી રોડ, સેલવાસ. મુળ રહે. સીસવાખરાર, થાના- કલ્યાણપુર, જી.મોતીહારી (બિહાર)ને તા.૦૬/૦૩/૨૪ ના રોજ પકડી પાડેલ તથા આરોપી નંબર- (૨) ગોપાલ રામેશ્વર ભગત સોનગઢ પો.સ્ટે.મા નોંધાયેલ ગુનામાં અટક કરી આગળની વધુ કાર્યવાહી હાથ ધરેલ છે.
કામગીરી કરનાર ટીમ :-
શ્રી એન.જી.પાંચાણી, ઇન્ચાર્જ પોલીસ ઈન્સ્પેકટર, એલ.સી.બી. તાપી તથા પો.સ.ઇ. શ્રી એન.એસ. વસાવા, પેરોલ ફર્લો સ્કોડ, જી.તાપી તથા (૧) અ.હે.કો. બીપીનભાઇ રમેશભાઇ, (૨) પો.કો. રાહુલ દિગમ્બર, નોકરી- પેરોલ ફર્લો સ્કોડ, અને (૩) અ.હે.કો. જગદીશ જોરારામ, (૪) અ.હે.કો. જયેશભાઇ લીલકીયાભાઇ, (૫) પો.કો. પ્રકાશભાઇ રામાભાઇ, (૬) પો.કો. રવિન્દ્ર મહેન્દ્રભાઇએ કામગીરી કરેલ છે.
