સોનગઢ પોલીસ સ્ટેશનના નોંધાયેલ ગુન્હામાં નાસતા- ફરતા વોન્ટેડ આરોપીને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાંચ/ પેરોલ- ફર્લો સ્કોર્ડ તાપી
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : આજરોજ શ્રી એન.જી. પાંચાણી, ઇન્ચાર્જ પોલીસ ઈન્સ્પેકટર, એલ.સી.બી.તાપીની સુચના અને માર્ગદર્શન હેઠળ પો.સ.ઈ.શ્રી, એન.એસ. વસાવા, પેરોલ-ફર્લો સ્કોર્ડ તાપી, એલ.સી.બી. તાપી તથા પેરોલ-ફર્લો સ્કોર્ડ તાપીના પોલીસ સ્ટાફ સાથે વાલોડ પોલીસ સ્ટેશન વિસ્તારમા પેટ્રોલીંગમાં નિકળેલ હતા. તે દરમ્યાન એ.એસ.આઇ. ગણપતભાઇ રૂપસિંહ તથા અ.પો.કો. વિનોદભાઇ પ્રતાપભાઇને મળેલ સંયુક્ત બાતમી આધારે બાજીપુરા સુમુલ બ્રીજ પાસેથી સોનગઢ પો.સ્ટે. સી પાર્ટ, પ્રોહી એક્ટ કલમ-૬૫ઇ, ૮૧,૯૮(૨) મુજબના ગુનાના કામે સંડોવાયેલ નાસતો-ફરતો વોન્ટેડ આરોપી આશિષભાઇ રાજેશભાઇ ચૌધરી રહે, સઠવાવ ભાઠી ફળીયા તા.માંડવી જી.સુરતનાને તા.૧૭/૦૨/૨૦૨૪ ના રોજ પકડી પાડી આરોપી વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી આગળની કાર્યવાહી અર્થે વાલોડ પોલીસ સ્ટેશનને સોંપેલ છે.
કામગીરી કરનાર ટીમ :-
પો.સ.ઇ.શ્રી, એન.એસ. વસાવા, પેરોલ-ફર્લો સ્કોર્ડ તાપી તથા એ.એસ.આઇ. ગણપતભાઇ રૂપસિંહ, અ.હે.કો. ધર્મેશભાઇ મગનભાઇ, અ.પો.કો.વિનોદભાઇ પ્રતાપભાઇ, રોનકભાઇ સ્ટીવનસનભાઇ તથા પેરોલ- ફર્લો સ્કોર્ડ તાપીના અ.પો.કો. વિનોદભાઇ ગોકળભાઇએ કામગીરી કરેલ છે.
