નારી પ્રતિની આપણી દ્રષ્ટિ સમૂળગી બદલીને કોઈ અબળાનાં જીવનમાં વસંત ખીલવીએ, ત્યારે ને ત્યારે જ આપણું કહેવાતુ સરસ્વતી પૂજન સાર્થક ગણાશે
(વિજય પટેલ દ્વારા, ઓલપાડ) : સૃષ્ટિનો કર્તા પોતેજ એક શિક્ષક છે જ્યારે અનેક આશ્ચર્યોથી ભરેલી આખી સૃષ્ટિ જાણે સ્વયં એક શિક્ષિકા છે. તસવીરમાં દ્રશ્યમાન આ જ સૃષ્ટિનો અંશ એવી બાળકળી રિશેષ સમયે પ્રકૃતિની ગોદમાં બેસી વિદ્યાદેવી માં સરસ્વતીની ઉપાસના કરી રહી છે.
વસંત ઋતુમાં જેમ પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઊઠે છે એમ હું પણ સમય આવ્યે પરિપક્વ બની સંપૂર્ણપણે ફૂલ બની મહેંકી ઉઠું એવો નિર્દોષ ભાવ તેણીનાં ચહેરા પર જાણે સ્પષ્ટ વંચાઈ રહ્યો છે. વસંત પંચમીનાં પાવન અવસરે ઓલપાડ તાલુકાની નઘોઈ પ્રાથમિક શાળામાં કેમેરામાં કેદ થયેલ આ તસવીર કહી જાય છે કે આવો આપણે નારી પ્રતિની આપણી દ્રષ્ટિ સમૂળગી બદલીને કોઈ અબળાનાં જીવનમાં વસંત ખીલવીએ, ત્યારે ને ત્યારે જ આપણું કહેવાતુ સરસ્વતી પૂજન સાર્થક ગણાશે.