સુરતનાં ઓલપાડ તાલુકાની સેલુત પ્રાથમિક શાળાનાં 113 માં સ્થાપના દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ, સુરત સંચાલિત ઓલપાડ તાલુકાનાં સેલુત ગામની સરકારી પ્રાથમિક શાળાની સ્થાપનાનાં 113 વર્ષ પૂર્ણ થતાં આ વિશેષ દિનની ઉમળકાભેર ઉજવણી કરવામાં આવી હતી. સને 2011માં સ્થપાયેલ આ શાળામાં શરૂઆતમાં ધોરણ 1 થી ધોરણ 4 સુધીનાં વર્ગોને મંજૂરી આપવામાં આવી હતી. તે સમયે ગામનાં પાદર પર ધર્મશાળામાં બાળકોને ભણાવવામાં આવતાં હતાં.
શાળાની જન્મજયંતિની ઉજવણી પ્રસંગે શાળાનાં શિક્ષકો, બાળકો, વાલીજનો, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ સહિત સમસ્ત ગામ શાળા પટાંગણમાં એકત્રિત થયું હતું. આ તકે ઉત્સાહભેર કેક કાપીને સૌએ આનંદ વ્યક્ત કર્યો હતો. મોડી સાંજે નાના નાના ભૂલકાઓએ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યો હતો. અંતમાં ઉપસ્થિત સૌએ શાળા એ માત્ર ચાર દિવાલો નથી પરંતુ તે ગામની પ્રાણશક્તિ છે એવો ભાવ પ્રકટ કરી શાળાની પ્રગતિ અંગે સમયાંતરે સમીક્ષા કરવાની અપેક્ષા વ્યકત કરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે સેલુત પ્રાથમિક શાળાની સ્થાપના તારીખથી લઈને આજપર્યંત ગામનાં જ વતની એવાં ચંદુભાઈ નરોત્તમભાઈ પટેલ સહિત 18 જેટલાં શિક્ષકો આચાર્ય તરીકે ફરજ બજાવી ચૂક્યા છે. છેલ્લાં 12 વર્ષથી આ શાળામાં બે શિક્ષિકાબેન સેવા આપી રહ્યાં છે, જે પૈકી આચાર્ય તરીકે શ્રીમતી પ્રીતિબેન કપિલપુરી ગોસ્વામી અને ઉપશિક્ષિકા તરીકે શ્રીમતી કુમુદ કુંવરબા નાગસિંહ ચાવડા કે જેઓ ગામનાં ધોરણ 1 થી 5 નાં 40 જેટલાં બાળકોનું ઉજ્જવળ ભવિષ્ય ઘડી રહ્યાં છે.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other