પરણીતાને સાસરીયા દ્વારા ઝગડા કરી ઘરમાંથી કાઢી મુકતા 181 તાપી વ્યારા મહિલા હેલ્પલાઇનની મદદે આવી
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : ઉચ્છલ તાલુકાના એક ગામ માંથી પીડિત મહિલા એ 181 હેલ્પ લાઈનમાં ફોન કરી મદદ માંગી કે તેમના સાસરિયાઓ દ્વારા તેમને ઝઘડો કરી ઘરમાંથી કાઢી મૂકવામાં આવ્યા છે જેથી તેમને મદદની જરૂર છે. તાપી વ્યારા અભયમ ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી અને પીડિતાના સાસરિયાઓનું અસરકારક કાઉન્સેલિંગ કરી સમાધાન કરાવ્યુ હતું.
મળતી માહિતી મુજબ ઉચ્છલ તાલુકાના ટાવલી ગામ માં રહેતી એક મહિલાને તેમના સાસુ સસરાએ નજીવી વાતે ઝગડો કરેલ અને પતિએ ઝગડો કરી પીડિતા પર હાથચાલાકી કરી ઘરમાંથી નીકળી જવા કહી ઘર માંથી કાઢી મુકેલ. તેમજ પીડિતા સાથે નાની નાની બાબતે ઝગડા કરી ઘરમાં રાખવાની ના પડતા હોય જેથી 181 અભયમની મદદ માંગી.
ટીમ દ્વારા સાસરિયાઓનું કન્સેલીગ કરી કાયદાકીય સમાજ આપી તેમજ વહુ સાથે હાથ ચાલાકી કરવી એ ગુનો બને છે અને ઘરમાંથી બહાર કાઢી નહિ શકાય જે વિશે સમાજ આપી સુખદ સમાધાન કરાવ્યુ હતું. તેમજ પીડિતાને પોલીસ કાર્યવાહી અને મહિલા સહાયતા કેન્દ્ર વિશે માહિતી આપી ફરી જરૂર જણાય તો 181 હેલ્પલાઇન માં ફોન કરવા જણાવાયુ છે.
