ગણતરીના કલાકોમાં ચોરીનો ભેદ ઉકેલી રોકડ મુદ્દામાલ સાથે એકને પકડી પાડતી સોનગઢ પોલીસ

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : પોલીસ મહાનિરીક્ષકશ્રી, સુરત વિભાગ, સુરત તથા પોલીસ અધિક્ષક સાહેબશ્રી, તાપી-વ્યારા નાઓ દ્વારા તાપી જિલ્લામાં મિલકત સબંધી ગુનાઓ બનતા અટકાવવા તથા ગુનાઓ ડીટેક્ટ કરવા સુચના આપેલ હોય જે આધારે નાયબ પોલીસ અધિક્ષક સાહેબશ્રી, વ્યારા વિભાગ, વ્યારા નાઓએ અસરકારક કામગીરી કરવા સુચના આપેલ હોય, અને સોનગઢ પોલીસ સ્ટેશન પાર્ટ “A” ગુ.૨.નં-૧૧૮૨૪૦૦૪૨૪૦૦૭૦/ ૨૦૨૪ ઇ.પી.કો. કલમ ૪૫૪,૪૫૭,૩૮૦ મુજબનો ગુનો તા.૧૨/૦૧/૨૦૨૪ ના રોજ દાખલ થયેલ હોય સદર ગુનાના કામે મોજૈ વેલઝર ગામે ચંડી ફળીયામાં ફરીયાદીના ઘરના કબાટમાંથી તા.૧૧/૦૧/૨૦૨૪ ના કલાક:-૧૦/૦૦ થી ક.૨૦/૦૦ દરમ્યાન હરકોઇ વખતે કોઇ અજાણ્યો ચોર ઇસમ આ કામના ફરીયાદીના ઘરમા પ્રવેશ કરી ઘરમાં કબાટમાં મુકેલ પતરાના બે ડબ્બામાં બચત માટે ભેગા કરેલ રોકડા રૂપિયા આશરે ૪૦,૦૦૦/- ની ચોરી કરી લઈ જઈ ગુનો હોય જે અનુસંધાને પોલીસ ઇન્સપેક્ટરશ્રી, સોનગઢ પોલીસ નાઓની સીધી સુચના અને માર્ગદર્શન મુજબ તા-૧૩/૦૧/૨૦૨૪ ના રોજ સોનગઢ પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન બાતમી આધારે જયેશભાઈ છગનભાઈ ગામીત ઉ.વ.૫૩ રહે,વેલઝર ચંડી ફળીયું તા.સોનગઢ જી.તાપીનાઓને અટકાવી તેને વિશ્વાસમાં લઈ ધનિષ્ટ પુછપરછ કરી તેના ઘરે ઝડતી કરતા ઉપરોક્ત ગુનામા ચોરીમાં ગયેલ બે ડબ્બામાં બચત માટે ભેગા કરેલ રોકડા રૂપિયા ૪૦,૦૦૦/- માંથી બે ડબ્બા તથા રોકડા રૂપીયા ૯,૩૦૦/- રીકવરી કરેલ છે. તથા આ કામે આરોપી જયેશભાઈ છગનભાઈ ગામીત ઉ.વ.૫૩ રહે,વેલઝર ચંડી ફળીયું તા.સોનગઢ જી.તાપી ની અટક કરેલ છે. આમ, મોજૈ વેલઝર ગામે ચંડી ફળીયામાં ફરીયાદીના ઘરના કબાટમાંથી ચોરી થયેલ ચોરીનો ભેદ ઉકેલાયેલ છે.તથા ચોરીમાં ગયેલ બે ડબ્બામાં મુકેલ રોકડા રૂપિયા આશરે ૪૦,૦૦૦/- માંથી બે ડબ્બા તથા રૂપિયા ૯,૩૦૦/- મુદ્દામાલ રીકવર કરવામાં આવેલ છે. તથા ગુનાની આગળની વધુ તપાસ શ્રી એ.સી. ચૌધરી પોલીસ સબ ઇન્સ્પેક્ટર સોનગઢ પો.સ્ટે. નાઓ કરી રહેલ છે.

કામગીરી કરનાર પોલીસ અધિકારી/કર્મચારી ટીમ:-

1. PI વાય.એસ.શીરસાઠ, સોનગઢ પો.સ્ટે.

2. PSI એ.સી.ચૌધરી સોનગઢ પો.સ્ટે.

3. UHC સંદિપભાઈ હિરાલાલભાઇ.

4. UHC પ્રકાશભાઈ ધીરુભાઈ.

5. UHC ધર્મેશભાઈ ફતેસિંગભાઈ.

6. UPC રાજીશભાઈ ગોપાળભાઇ.

7. UPC મિતેશભાઈ દિનેશભાઈ.

 

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other