ઓલપાડ તાલુકાની કોબા પ્રાથમિક શાળાનાં આચાર્ય ડો. ધર્મેશ પટેલનું સન્માન
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : સુરત જિલ્લાનાં ઓલપાડ તાલુકાનાં ભાંડુત ગામનાં વતની અને જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત કોબા પ્રાથમિક શાળાનાં આચાર્ય એવાં ડો. ધર્મેશ પટેલને તાજેતરમાં મળેલ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળવા બદલ તાલુકા વિકાસ અધિકારી હાર્દિક ગઢવી દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.
સાયકલિંગ, મેરેથોન સહિત અન્ય ઇવેન્ટમાં ભાગ લઈને આજપર્યંત 101 જેટલાં મેડલ મેળવનાર ડો. ધર્મેશ પટેલને તેમનાં માદરેવતન ભાંડુત ગામે ઓલપાડ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ આયોજીત એક કાર્યક્રમ પ્રસંગે સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ કિરીટભાઈ પટેલ, તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ બળદેવભાઈ પટેલ તથા ગ્રામજનોની ઉપસ્થિતિમાં તાલુકા વિકાસ અધિકારી હાર્દિક ગઢવીએ શાલ ઓઢાડી પુષ્પગુચ્છ અર્પણ કરી સન્માનિત કર્યા હતાં. આ તકે ઉપસ્થિત સૌએ ડો. ધર્મેશ પટેલને અભિનંદન પાઠવ્યા હતાં. એમ તાલુકાનાં પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.
