કુકરમુંડા ખાતે ગોવર્ધન સુગર ફેક્ટરી દ્રારા કેમિકલ યુક્ત દુષિત પાણી છોડાતા ગ્રામજનો દ્વારા આવેદન પત્ર આપી કાર્યવાહી કરવા માંગ
(મુકેશ પાડવી દ્રારા, વેલદા-નિઝર) : કુકરમુંડા તાલુકામાં આવેલ જુના કુકરમુંડા ખાતે ગોવર્ધન સુગર ફેક્ટરી દ્રારા તાપી નદીમાં ગંદુ અને કેમિકલ યુક્ત દુષિત પાણી છોડતા અને સરકારી જમીન પર ગેરકાયદેસર દબાણને લઈ આજ રોજ કુકરમુંડા ગામના ગ્રામજનો દ્રારા કુકરમુંડા તાલુકાના મામલતદારને આવેદનપત્ર આપવામાં આવેલ છે.
કુકરમુંડા ખાતે આવેલ ગોવર્ધન સુગર ફેક્ટરી દ્રારા તાપી નદીમાં ગંદુ અને કેમિકલ યુક્ત દુષિત પાણી છોડતા આશરે બંને તાલુકાના ૩૭ પંચાયતના ગ્રામજનો તાપી નદીનું દૂષિત પાણી પીવા માટે ઉપયોગ કરે છે? તાપી નદીમાં ગોવર્ધન સુગર ફેક્ટરી દ્રારા કેમિકલ યુક્ત પાણી છોડવાથી લોકોને અને જીવ જન્તું, અબોલ જાનવરોને ભવિષ્યમાં ભયંકર બીમારીનો સામનો કરવો પડશે એવી દહેશત ઊભી થઈ છે. આ કેમિકલ યુક્ત પાણી પીવાથી લોકોને લીવર, કિડની અને અનેક ભયંકર બીમારી થઈ શકે છે. લોકોના જન આરોગ્ય સાથે ખિલવાડ કરવામાં આવ છે. તાપી નદીમાં ગોવર્ધન સુગર ફેક્ટરીનું કેમિકલ યુક્ત અને દુષિત પાણી છોડવાથી તાપી નદીમાં રહેનાર માછલા અને જીવજંતુ હાલમાં મરણ પામી રહયા છે. સરકાર દ્વારા એક પરિપત્ર બહાર પાડવામાં આવેલ હતો કે ગૌચર જમીન કે સરકારી જમીન પર કોઈ વ્યક્તિ ગેરકાયદેસર દબાણ કરે તો ગેરકાયદેસર દબાણ દૂર કરવુ. જે માટે ગ્રામપંચાયતને પણ નોટીશો આપવામાં આવી હતી. પરંતુ ગ્રુપ ગ્રામ પંચાયત ફૂલવાડીના ગ્રામજનો દ્વારા કેટલીય વાર સ્થાનિક અધિકારીઓને લેખિતમાં અને મૌખિકમાં રજૂઆત કરવામાં આવી હતી. પરંતુ કુકરમુંડા તાલુકાના સ્થાનિક અધિકારીઓ દ્રારા આજ દિન સુધી ગેરકાયદેસર દબાણ કરનાર પર અને તાપી નદીમાં કેમિકલ યુક્ત ઝેરી પદાર્થ છોડનારા પર કોઈ કાર્યવાહી કરવામાં આવેલ નથી જેથી સ્થાનિક અધિકારીઓ ઉપર સવાલો ઉઠી રહ્યા છે. ગ્રામજનો જણાવે છે કે ગોવર્ધન સુગર ફેક્ટરીનું કેમિકલ યુક્ત અને ઝેરી પદાર્થના પાણી તાપી નદીમાં છોડવાથી ખુબજ મોટા પ્રમાણમાં જળમાં રહેલ જીવ જન્તું , પ્રાણીઓ, લોકો પર સીધી અસર જોવા મળી રહી છે. આ ફેક્ટરીના ધુમાડાના કારણે હવાને પણ પ્રદુષિત કરવામાં આવે છે. ધુમાડો હવામાં ફેલાતા લોકોને ફેફસા પર સીધી અસર કરી શકે છે. લોક માંગ ઉઠી રહી છે કે ગોવર્ધન સુગર ફેક્ટરીના માલિક પર તાત્કાલિક ધોરણે પગલા લેવામાં આવે અને કેમિકલ યુક્ત ઝેરી પદાર્થ તાપી નદીમાં છોડે છે તે બંધ કરવામાં આવે. જો ગોવર્ધન સુગર ફેક્ટરી ના માલિક પર કાર્યવાહી ના કરવામાં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે એવી લોકોએ ચિમકી આપેલ છે. હાલમાં જોવાનું રહ્યું કે કુકરમુંડા તાલુકાના મામલતદાર દ્વારા ગોવર્ધન સુગર ફેક્ટરીના માલિક પર કાર્યવાહી કરવામાં આવે છે કે પછી સેટિંગ કરી લેવામાં આવશે ? જે આવનાર સમયમાં ખબર પડશે ?
When someone writes an paragraph he/she keeps the plan of a user in his/her mind that how a user
can understand it. Therefore that’s why this paragraph is perfect.
Thanks!
Wow, awesome blog layout! How long have you been blogging for?
you made blogging look easy. The overall look of your web site
is wonderful, as well as the content!