મેરી કહાની મેરી જુબાની દ્વારા નિકિતાબેન નવીનભાઈ ચૌધરીએ ઉજ્જવલા યોજનાનો લાભ મળવા બદલ સરકારશ્રી આભાર વ્યક્ત કર્યો
Contact News Publisher

વિકસિત ભારત સંકલ્પ યાત્રા -તાપી
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૩૦ સરકારશ્રીનો આભાર વ્યકત કરતા નિકિતાબેન ચૌધરી જણાવે છે કે હું તાપી જિલ્લાના ડોલવણ તાલુકાના ગડત ગામની રહેવાસી છું અને પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાની લાભાર્થી છું. મને ઉજ્વલા યોજનાનો લાભ મળ્યો જેનાથી મને ખુબજ ફાયદો થયો છે.
પહેલા હું ચૂલા ઉપર રસોઈ બનાવતી હતી જેમાં મારો ઘણો સમય નીકળી જતો હતો.બળતણના લાકડા ભેગા કરવા પડતા, ધુમાડાનો સામનો કરવો પડતો, સ્વાસ્થયલક્ષી તકલીફો વેઠવી પડતી હતી. પરંતુ ઉજ્જવલા યોજના દ્વારા મને ચૂલો અને ગેસ સિલેન્ડર મળ્યો ત્યારથી આ બધીજ તકલીફો માંથી મને મુક્તિ મળી છે. મારો ઘણો સમય બચી જાય છે. મારાં સ્વાસ્થ્યમાં પણ સુધારો આવ્યો છે. સરકારશ્રીની આ સુંદર યોજના બદલ હું રાજ્ય સરકારની ખુબ ખુબ આભારી છુ.
0000
.
