બાતમી આધારે 33 હજારનો વિદેશી દારૂ પકડી પાડી ગણનાપાત્ર કેસ શોધી કાઢતી સોનગઢ પોલીસ
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : પોલીસ ઇન્સપેક્ટરશ્રી સોનગઢની સીધી સુચના અને માર્ગદર્શન મુજબ આજરોજ સોનગઢ પોલીસ સ્ટાફને મળેલ બાતમી આધારે મૌજે દેવલપાડા ગામે, નિશાળ ફળીયામાં, તોહ. સવિતાબેનના ઘર તથા દુકાનના ભાગે રેડ કરી ભારતીય બનાવટના વિદેશી દારૂની નાની/મોટી બાટલી તથા ટીન કુલ નંગ-૩૫૪ જેની કિંમત રૂપિયા ૩૨,૮૩૦/- (લિટર-૮૯) ના મત્તા સાથે તોહ. સવિતાબેન w/o સુર્યકાંત ઉર્ફે સુરેશ રતનજીભાઇ ગામીત, રહે-દેવલપાડા, નિશાળ ફળીયું, તા-સોનગઢ, જિ-તાપીને પકડી પાડ્યા હતા તેમજ પ્રોહી મુદ્દામાલ પુરો પાડનાર મો.સા ઉપર આવેલ બે અજાણ્યા ઇસમો જેના નામ ઠામની ખબર નથી તેઓ બંનેને વોંટેડ જાહેર કરી પ્રોહીબીશનનો ગણનાપાત્ર કેસ શોધી કાઢેલ છે. જે ગુનાનીઆગળની તપાસ શ્રી કે.આર.ચૌધરી, પો.સ.ઇ., સોનગઢ પોલીસ સ્ટેશન કરી રહેલ છે.
પકડાયેલ આરોપીઓના નામ સરનામા:-
1. સવિતાબેન W/O સુર્યકાંત ઉર્ફે સુરેશ રતનજીભાઇ ગામીત, રહે-દેવલપાડા, નિશાળ ફળીયા, તા-સોનગઢ, જિ-તાપી
વોંટેડ આરોપીઓના નામ સરનામા:-
2. મો.સા ઉપર આવેલ બે અજાણ્યા ઇસમો જેના નામ ઠામની ખબર નથી
કામગીરી કરનાર પોલીસ અધિકારી/કર્મચારી–
1) UHC સંદિપભાઇ હિરાલાલ.
2) UHC અનિલકુમાર રામચંદ્રભાઇ.
3) UHC અજયભાઇ સુદામભાઇ.
4) UPC ગોપાલકુમાર કાળુભાઇ.
5) UPC રાજીશભાઇ ગોપાળભાઇ.
6) UPC દાનુભાઇ રણછોડભાઇ.
7) WPC દક્ષાબેન ભગવાનભાઈ.
