સોનગઢ પોલીસે દોણ ગામેથી વિદેશી દારૂનાં જથ્થા સાથે બે આરોપી ઝડપી લીધા : પાંચ વોન્ટેડ
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : આજરોજ સોનગઢ પોલીસ સ્ટાફને મળેલ બાતમી આધારે દોણ ગામે દાદરી ફળીયામાં રેડ કરી ભારતીય બનાવટના વિદેશી દારૂની નાની/મોટી બાટલી તથા ટીન કુલ નંગ-૪૪૪ જેની કિંમત રૂપિયા ૯૬,૬૨૦/- (લિટર-૧૯૨.૩૬) તથા મારૂતી સુઝુકી કંપનીની સ્વીફ્ટ કાર રજી. નં-GJ-16-AJ-3623 તથા સ્કોડા કંપનીની રેપીડ કાર રજી નં-GJ-18-BC-0938 તથા મોબાઇલ નંગ-૦૧ મળી કુલ્લે કિંમત રૂપિયા ૯,૦૬,૬૨૦/- ના મત્તા સાથે તોહ 1. ભીમસીંગ ઉર્ફે ગિમ્બીયા શરાદીયાભાઇ ગામીત, 2. સુરેન્દ્રભાઇ ગોપાલભાઇ ગામીતને પકડી પાડેલ હતા તેમજ પ્રોહી મુદ્દામાલ પુરો પાડનાર તથા પ્રોહી. મુદ્દામાલ મંગાવનાર કુલ-૦૫ ઇસમોને વૉટેડ જાહેર કરી પ્રોહીબીશનનો ગણનાપાત્ર કેસ શોધી કાઢેલ છે. જે અંગે સોનગઢ પોપો.સ્ટે.માં ગુનો દાખલ કરવામા આવેલ છે. તથા આગળની તપાસ શ્રી એસ.એમ. સાધુ, પોલીસ સબ ઇન્સપેક્ટર, સોનગઢ પોલીસ સ્ટેશન કરી રહેલ છે.
પકડાયેલ આરોપીઓના નામ સરનામા:
1. ભીમસીંગ ઉર્ફે ગિંમ્બીયા શરાદીયાભાઇ ગામીત, રહે-દોણ, દાદરી ફળીયુ, તા-સોનગઢ, જિ-તાપી
2. સુરેન્દ્રભાઇ ગોપાલભાઇ ગામીત રહે-સાંઢકુવા, નિશાળ ફળીયુ. તા-સોનગઢ, જિ-તાપી
વૉટેડ આરોપીઓના નામ સરનામા:-
1. લક્કી બિયર બારના નરેશભાઇ રમેશભાઇ ગાવિત, રહે-નવાપુર, તા-નવાપુર, જિ-નંદુરબાર,(મહા.)
2. કાકા વાઇન શોપમાં કામ કરતો એક ઇસમ જેના નામઠામની ખબર નથી.
3. યાકુબભાઇ ગામીત રહે-તારપાડા, તા-સોનગઢ, જિ-તાપી, જેના પુરા નામની ખબર નથી.
4. વરૂણભાઇ ગામીત, રહે-ખડકા ચીખલી, તા-સોનગઢ, જી-તાપી જેના પુરા નામની ખબર નથી.
5. જયરાજ ઉર્ફે ટિકલો સંજયભાઇ ગામીત, રહે-ચોરવાડ, તા-સોનગઢ, જિ-તાપી
કામગીરી કરનાર પોલીસ અધિકારી/કર્મચારી:-
I) PI વાય.એસ. શિરસાઠ.
2) ASI રૂમસીંગભાઇ નાનીયાભાઇ.
3) UHC સંદિપભાઇ હિરાલાલ.
4) UPC ગોપાલકુમાર કાળુભાઇ વળિયા,
5) UPC રાજીશભાઇ ગોપાળભાઇ.
6) PC આશિષભાઇ કિશનભાઇ.
7) UHC અનિલકુમાર રામચંદ્રભાઇ.
