માહિતી નિયામકશ્રીની કચેરીના સિનિયર સબ એડીટર મનીષાબેન પ્રધાનને આર.આર.શાખા ખાતે સહાયક માહિતી નિયામકશ્રી તરીકે પ્રમોશન અપાયું

Contact News Publisher

(મુકેશ પાડવી દ્વારા, વેલદા-નિઝર ): વર્ષ-2010 ની બેચના કુલ-16 જેટલાં સિનિયર સબ એડિટર્સને આસિસ્ટન્ટ ડાયરેક્ટર ઓફ ઇન્ફર્મેશન (ADI)તરીકે પ્રમોશન આપતાં માહિતી પરિવારમાં આનંદ છવાયો!માહિતી અને પ્રસારણ વિભાગે પ્રમોશન (બઢતી)ના આદેશો બહાર પાડ્યા છે, જેમાં ૨૦૧૦ ની બેચના ૧૬ સિનિયર સબ એડિટર તરીકે ફરજ બજાવતા કર્મચારીઓને અધિકારી તરીકે વર્ગ -૨ સહાયક માહિતી નિયામકના પ્રમોશન મળ્યા છે. જેમાં અમદાવાદનાના મનીષાબેન પ્રધાનને પણ સહાયક માહિતી નિયામક તરીકે વર્ગ -૨ માં બઢતી મળી છે.૧૦ મી નવેમ્બરને ધનતેરસના દિવસે જ પ્રમોશન પામેલા કર્મચારીઓ અને તેમના પરિવારમાં દિવાળીના તહેવારોની ખુશી બેવડાઈ છે.રાજ્ય સરકાર માટે પ્રચાર પ્રસિદ્ધિનું કામ કરી છેવાડાના લોકો સુધી સરકારની જનકલ્યાણકારી યોજનાઓ પહોંચાડવાનું કામ કરતા માહિતી ખાતાના કર્મચારીઓ અને તેમના પરિવારને રાજ્ય સરકારે દિવાળીની અણમોલ ભેટ આપવવાનું કામ કર્યું છે. જેના લીધે સમગ્ર માહિતી પરિવારમાં આનંદની લાગણી છવાઈ જવા પામી છે.
ગાંધીનગર સ્થિત માહિતી નિયામકશ્રીની કચેરીની આર.આર.શાખામા કામ કરતા સિનિયર સબ એડીટર વર્ગ -3 તરીકે ફરજ બજાવતા મનીષાબેન પ્રધાનને સહાયક માહિતી નિયામકશ્રી વર્ગ- ૨ (ADI) તરીકે આ જ શાખામાં પ્રમોશન આપવામાં આવ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે વર્ષ-2010માં માહિતી મદદનીશ તરીકે તેઓ માહિતી નિયામકશ્રીની કચેરીની ઈલેક્ટ્રોનિક મીડિયા શાખા ખાતે સરકારી સેવામાં જોડાયેલા અને ત્યારબાદ પ્રાદેશિક માહિતી કચેરી અમદાવાદ ખાતે તેઓ વર્ષ ૨૦૧૫ થી ૨૦૨૨ સુધી ફરજ બજાવી ચૂક્યા છે. જુલાઈ -૨૦૨૨ થી તેઓ ફરી ગાંધીનગર ખાતે ફરજ બજાવી રહ્યા છે.વર્ષ -૨૦૧૮ માં સિનિયર સબ એડિટરમાં પ્રથમ પ્રમોશન મેળવ્યા બાદ આજે ૨૦૨૩માં બીજું પ્રમોશન વર્ગ -૨ માં સહાયક માહિતી નિયામક તરીકે મળ્યું છે.તેઓ પોતાની સરકારી સેવા દરમ્યાન સાથી કર્મચારીઓ, વહીવટી તંત્રના અધિકારીઓ અને કર્મચારીઓ તથા મિડીયાના મિત્રો સાથે સારુ સંકલન કેળવી આદરભર્યુ સ્થાન મેળવ્યું છે.તેમની ઓફિસમાં કામ કરવાની આગવી કુનેહ અને મિલનસાર સ્વભાવની પ્રશંસા કરી માહિતી પરિવાર અને તેમના મિત્રો શુભેચ્છાઓનો વરસાદ વરસાવી રહ્યા છે.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other