વ્યારાના ડો. સુકેશા પી. ગામીત પી.એચ.ડી. થયા
Contact News Publisher
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૦૧: તાપી જિલ્લાના વ્યારાનગરના (સરિતાનગર સોસાયટી)ના રહેવાસી ડો.સુકેશા.પી.ગામીત ગવર્મેન્ટ મેડિકલ કોલેજ સુરત ખાતે મદદનીશ પ્રાધ્યાપક તરીકે ફરજ બજાવે છે. જેમણે “CLINICAL CHARACTERISTICS AND TREATMENT OUTCOMES AMONG TUBERCULOSIS AND TB-HIV CO-INFECTED PATIENTS AT TERTIARY HEALTH CARE CENTRE, SOUTH GUJARAT, INDIA: A MIXED METHOD STUDY” વિષય પર રજુ કરેલા મહાશોધ નિબંધને વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સીટીએ માન્ય રાખી પી.એચ.ડીની પદવી પ્રદાન કરી છે. આ સંસોધન કાર્ય તેમણે યુનિવર્સિટીના કોમ્યુનિટી મેડિસિન વિભાગના પ્રોફેસર ડો. જે.કે.કોસંબીયાના માર્ગદર્શન હેઠળ કર્યુ હતું.
000