શાળા બહારનાં બાળકોનાં સર્વે અંતર્ગત ઓલપાડ બી.આર.સી. ભવન ખાતે મિટિંગ યોજાઈ
(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : શાળા બહારનાં બાળકોનાં સર્વે 2023 – 24 અંતર્ગત બી.આર.સી. ભવન, ઓલપાડ ખાતે તાલુકા કક્ષાની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બી.આર.સી. કો-ઓર્ડિનેટર બ્રિજેશ પટેલ, તાલુકાનાં તમામ સી.આર.સી, કો-ઓર્ડિનેટર્સ, સી.ડી.પી.ઓ. જયશ્રીબેન તથા કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
સદર મિટિંગમાં AR & VE Elementary BRP આકાશ પટેલ તથા AR & VE BRP Entermidiet નીતા પટેલ દ્વારા શાળા બહારનાં બાળકોનાં સર્વે, ડ્રોપ આઉટ બાળકો તથા ટ્રાન્સપોર્ટેશન બાબતે વિગતવાર ચર્ચા ધરવામાં આવી હતી. આ વિશે વધુ માહિતી આપતાં આકાશ પટેલે જણાવ્યું હતું કે શાળા બહારનાં સર્વેમાં જે કદી શાળાએ ન ગયા હોય એવાં બાળકો, જેમણે અધવચ્ચેથી શાળા છોડી દીધેલ હોય એવાં બાળકો, દિવ્યાંગતાનાં કારણે શાળામાં ન ગયા હોય એવાં બાળકો, જેણે ધોરણ 1 થી 12 સુધીનો અભ્યાસ પૂર્ણ કર્યા વિના શાળા છોડી દીધી છે એવાં બાળકો જો મળે તો તાલુકા મથકે બી.આર.સી. ભવન, ઓલપાડ અથવા નજીકની પ્રાથમિક શાળાનો સંપર્ક કરવો અને જો કોઈ અનાથ બાળક હોય તો તેમનાં પાલક વાલી તે બાળકને હોસ્ટેલમાં ભણાવવા માંગતાં હોય તો પણ બી.આર.સી. ભવન અથવા નજીકની પ્રાથમિક શાળાનો નિઃસંકોચ તાત્કાલિક સંપર્ક કરવો.