નિઝર તાલુકાના વેલ્દા ગામમાં 14માં નાણાપંચમાં લાખોનો ભ્રષ્ટાચાર !!
(મુકેશ પાડવી દ્વારા, વેલ્દા) : વેલ્દા ગામમાં 14માં નાણાપંચ અંતર્ગત વર્ષ 2017-2018માં વેલ્દા ગામે જનક મિસ્ત્રીના ઘર પાસે સી.ડી. વર્કનું કામ પૂર્ણ થયાનું બતાવ્યુ છે. જેની રકમ 250000 એવી જ રીતે એજ નામ 14માં નાણાપંચમાં 2018-2019માં પણ જોવા મળે છે, વેલ્દા ગામે જનક મિસ્ત્રીના ઘર પાસે સી.ડી.વર્કનું કામ,પૂર્ણ રકમ 110,000 તાલુકા બાંધકામ એન્જિનીઅર લોકેશન જોયા વગર કેવી રીતે બે વખત ગ્રાન્ટની રકમ આપવા જણાવતા હશે. હાલમાં પણ સી.ડી. વર્કની હાલત જોવ તો 50,000 હજારનું પણ કામ કરવામાં આવેલ નથી. મળતી માહિતી મુજબ ગ્રામજનો જણાવે છે કે હાલના સરપંચ સત્તાનો દુરુપયોગ કરી રહયો છે. ગ્રામજનો કહેવા જાય તો ગ્રામજનોને સરપંચ કહે છે કે હું ગામનો વિકાસ કરું છું. એ તોસ્પષ્ટ દેખાય આવે છે કે કેવી રીતે ગામનો વિકાસ કરે છે? 14માં નાણાપંચમાં સરકારશ્રી લાખો રૂપિયાની ગ્રાન્ટ આપે છે. ગામનો વિકાસ કરવા માટે હોય છે. તો પછી કેમ તાલુકા પંચાયત નિઝરના કર્મચારી જોયા વગર 14માં નાણાપંચના કામોની ગ્રાન્ટની મંજૂરી નિયમિત રીતે રકમ ફાળવી કરી આપે છે. વિકાસલક્ષી કામોમાં મોટાપાયે ગેરરીતેઓ આચરવામાં આવેલ છે, તેમ છતાં કસુરવારો વિરૂધ્ધ કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી? જેને લઈ તંત્રની પ્રમાણિકતા દાવ પર લાગી ગઈ છે? નિઝર તાલુકાના વેલ્દા ગ્રામપંચાયત વિસ્તારમાં વિકાસના નામ પર આચરવામાં આવેલ ભ્રષ્ટ્રાચાર!વેલ્દા ગ્રામપંચાયત દ્રારા 14માં નાણાપંચના કામમાં સરપંચ, લેભાગુ કોન્ટ્રાકટરની અને તાલુકા પંચાયતના અધિકારીઓ દ્વારા ખોટી રીતે કામ બતાવીને લાખો રૂપિયાનો ભ્રષ્ટ્રાચાર આચરવામાં આવ્યો હોવાનું ગ્રામજનોએ જણાવ્યું છે. વર્ષ 2017-2018માં સી.ડી.વર્કનું કામ, ફરી પાછા તરત જ વર્ષ 2018-2019માં સી.ડી. વર્કનું કામ તે છતાં તાલુકા કક્ષાએથી કામની મંજૂરી અને ગ્રાન્ટની નિયમિત ફાળવણી બતાવી આપે છે કે આખું તંત્ર જ ભ્રષ્ટ્રાચારમાં ખદબદ હોવાની પ્રતિતી કરાવે છે. જે બાબતની તપાસ થાય તે જરૂરી છે.ભ્રષ્ટ્રાચાર કરનાર સામે શિક્ષાત્મક કાર્યવાહી થાય અને વ્યર્થ ગયેલા નાણાં વિકાસ કામો માટે જમાં કરાવામાં આવે જેથી કરીને ગામનું ભવિષ્ય ઉજ્વળ બને એવી માંગ ગ્રામજનોએ કરી રહ્યા છે.