વિશ્વ કપાસ દિવસે પોતાનાં હર્યાભર્યા કપાસનાં ખેતરમાં સેલ્ફી લેતો ખેડૂત
Contact News Publisher
(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : ઋગ્વેદમાં પણ જેનો ઉલ્લેખ છે તથા મોંહે-જો-દડો સંસ્કૃતિનાં અવશેષોમાં પણ જેનાં અવશેષો મળી આવ્યા છે એવાં કપાસની ખેતી આજથી લગભગ સાત હજાર વર્ષથી કરવામાં આવે છે. પૃથ્વીનાં વધતાં જતાં તાપમાનને ધ્યાનમાં લઈએ તો સાંપ્રત સમયમાં પોશાક તરીકે સુતરાઉ કાપડ જ શ્રેષ્ઠ છે એ વિધાનને પ્રતિત કરાવતો એક ખેડૂત ઓલપાડ તાલુકાનાં અસનાડ ગામની સીમમાં આજે 7 મી ઓક્ટોબર વિશ્વ કપાસ દિવસે પોતાનાં હર્યાભર્યા કપાસનાં ખેતરમાં સેલ્ફી લેતો કેમેરામાં કેદ થયો હતો.
(તસવીર : વિજયપટેલ, ઓલપાડ)