બાગાયતી પાકોની નિકાસ કરવા માંગતા ખેડૂતોએ એગ્રિક્લ્ચર એન્ડ પ્રોસેસડ ફૂડ પ્રોડક્ટસAPEDA ઉપર રજીસ્ટ્રેશન કરવું જરૂરી
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૨૯: તાપી જિલ્લાના બાગાયતી પાકોની ખેતી કરતા ખેડુતો પોતાના ખેતરમાંથી ઉત્પાદિત થયેલ ગુણવત્તાસભર બાગાયતી પેદાશોની વિદેશમાં નિકાસ કરવા ઈચ્છતા હોય તો તેઓએ એગ્રિક્લ્ચર એન્ડ પ્રોસેસડ ફૂડ પ્રોડક્ટસ એક્સ્પોર્ટ ડેવલોપમેન્ટ ઓથોરીટી ઓફઈન્ડીયા (APEDA) ની વેબસાઇટ પર ઓનલાઇન (ONLINE) રજીસ્ટ્રેશન કરવું જરૂરી છે. આ માટે ખેડૂતોએ રજીસ્ટ્રેશન ફોર્મ, તાજેતરની ૮-અ, ૭ અને ૧૨ નકલ, આધાર કાર્ડ નકલ, ખેતરનો કાચો નકશો અને ફાર્મ ડાયરી સાથે નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, તાપી ખાતે સંપર્ક સાધવાનો રહેશે.
ખેડુતો બાગાયતી પાકોની નિકાસ કરવા માંગતા હોય તેમને ફાર્મ રજીસ્ટ્રેશન (APEDA) ની વેબસાઇટ પર કરાવીને પોતાના બાગાયતી પાકોનો ઉચ્ચતમ ભાવ મેળવી શકશે તેમજ ઉચ્ચ ગુણવવતા ધરાવતા પાકોનું ઉત્પાદન કરીને એક્સ્પોર્ટ કરવા શક્ષમ થશે. વધુ માહિતી માટે પ્રથમ માળ, ખેડૂત તાલીમ કેન્દ્ર, જાપાનીઝ ફાર્મની સામે, પાનવાડી, નાયબ બાગાયત નિયામક્શ્રીની કચેરી, તાપી ફોન નં. ૦૨૬૨૬-૨૨૧૪૨૩ ઉપર સંપર્ક કરવા નાયબ બાગાયત નિયામક તાપી-વ્યારાને અખબારી યાદીમાં જણાવાયું છે.
000000