ડાંગ જીલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આહવા સિવિલ હોસ્પિટલના ખાનગીકરણ ના વિરોધ આવેદન પત્ર આપવામાં આવ્યુ
Contact News Publisher

(અર્જુન જાધવ દ્વારા, વધઈ) : ડાંગ જીલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આહવા સિવિલ હોસ્પિટલના ખાનગીકરણ ના વિરોધ આવેદન પત્ર આપવામાં આવ્યુ તેમજ જો આ ખાનગીકરણ અટકાવવા નહીં આવે તો તારીખ 31/10/2023 ના ડાંગ જીલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન તેમજ ઘેરાવ કરવામાં આવશે.
આજ રોજ તારીખ 29/09/2023 ના રોજ કોંગ્રેસ પક્ષના વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ ની આગેવાની હેઠળ ડાંગ જીલ્લા કલેક્ટર સાહેબ મારફતે ગુજરાત રાજ્ય ના મુખ્યમંત્રી ને આહવા સિવિલ હોસ્પિટલ ના ખાનગીકરણ ના વિરોધ આવેદન પત્ર આપવામાં આવેલ જેમાં ડાંગ જીલ્લા કોંગ્રેસ સમિતિ તેમજ જિલ્લા પ્રમુખ મોતીલાલભાઈ, વિરોધ પક્ષનાં નેતા ગીતાબેન, લતાબેન,મહામંત્રી, મુકેશભાઈ, આઇટી, સેલ પ્રમુખ મનીષભાઈ મારકણા, ગમનભાઈ, નીતિનભાઈ ગાઈન, સ્નેહલ ઠાકરે, હરીશભાઈ, ગુલાબભાઈ ગાંગુરડે, ભરતભાઈ ભોંયે, વનરાજભાઈ મહેન્દ્રભાઈ ગાવિત,સંજયભાઈ પવાર, સિ.પી.ગવળી, દેવરામભાઈ આદિવાસી સંઘર્ષ સમિતિના નિલેશભાઈ ગાવિત, શિકાર ગામના પાટીલ, વિકાસભાઈ તેમજ ચિકાર્ ગામની ટીમ જિલ્લા/તાલુકા કોંગ્રેસ આગેવાનો, કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહયા.
