‘સ્વચ્છતા હી સેવા’: ‘એક તારીખ, એક કલાક’ : ઇંચા.કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી વી.એન.શાહના માર્ગદર્શન હેઠળ ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજાઈ

Contact News Publisher

સોનગઢ તાલુકાના ઉખલદા ખાતે ગ્રામ વિકાસ વિભાગના રાજ્યમંત્રીશ્રી કુંવરજીભાઇ હળપતિની ઉપસ્થિતિમાં તાપી જિલ્લા કક્ષાનો ‘એક તારીખ, એક કલાક’ મહાશ્રમદાન કાર્યક્રમ યોજાશે

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૨૭: ‘સ્વચ્છતા હી સેવા’ માસની ઉજવણી અન્વયે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી ૧ ઓક્ટોબર, ૨૦૨૩ના દિવસે દેશનાં તમામ ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં જન-પ્રતિનિધિઓની આગેવાની હેઠળ ‘એક તારીખ, એક કલાક’ સૂત્ર સાથે મહાશ્રમદાન પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું છે. જે અન્વયે તાપી ઇંચા.કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી વી.એન.શાહના માર્ગદર્શન હેઠળ ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજાઈ હતી.

તાપી જિલ્લામાં આગામી ૧લી ઓક્ટોબર, ૨૦૨૩ના રોજ સવારે ૧૦ વાગ્યાથી ૧૧ વાગ્યા સુધી ‘એક તારીખ, એક કલાક’ મહાશ્રમદાન કાર્યક્રમ આદિજાતિ વિકાસ, શ્રમ-રોજગાર, અને ગ્રામ વિકાસ વિભાગના રાજ્યમંત્રી શ્રી કુંવરજીભાઇ હળપતિની ઉપસ્થિતિમાં સોનગઢ તાલુકાના ઉખલદા ખાતે યોજાશે.

આ ઉપરાંત તાપી જિલ્લામાં વિવિધ આરોગ્ય કેન્દ્રો/આંગણવાડીઓ/શાળાઓ/વિવિધ કચેરીઓનાં પ્રાંગણ અને આજુ બાજુના વિસ્તારો, પ્રવાસન સ્થળો, ગૌશાળાઓ, બસ સ્ટેન્ડ, ધાર્મિક સ્થળો સહિતની જગ્યાઓ ખાતે પણ સ્વચ્છતા અભિયાન માટે શ્રમદાનનું આયોજન કરવામાં આવશે. સંપૂર્ણ શ્રમદાન ‘સિંગલ યુઝ પ્લાસ્ટિક ફ્રી’ અને ‘ઝીરો વેસ્ટ’ને પ્રોત્સાહન મળે તે પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે. એકત્રિત થયેલા કચરાના યોગ્ય નિકાલની જગ્યાએ લઈ જવા માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી છે.

ઇંચા.કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી વી.એન.શાહએ આ કાર્યક્રમના આયોજન અંગે જણાવ્યું હતું કે, તા.૨જીએ મહાત્મા ગાંધીની જન્મજયંતિને સ્વચ્છતા થકી જન આંદોલનની ઉજવણી કરવા માટે સ્વચ્છ ભારત દિવસ તરીકે ઉજવવામાં આવશે. જેને અનુલક્ષીને ૧લી ઓક્ટોબરે સમગ્ર દેશમાં ‘એક તારીખ, એક કલાક’ સૂત્ર સાથે મહાશ્રમદાન કાર્યક્રમ યોજાનાર છે. તાપી જિલ્લામાંથી વધુમાં વધુ નાગરિકો આ મહાઅભિયાનમાં સહભાગી થાય તથા લોકો સ્વચ્છતાને એક સારી ટેવ તરીકે અપનાવે તેવા સક્રિય પ્રયાસો આપણા જિલ્લાના હોવા જોઇએ. તેમણે શ્રમદાનના આ ભગીરથ કાર્યમાં ધારાસભ્યશ્રીઓ, જિલ્લા અને તાલુકા પંચાયતોનાં પ્રમુખશ્રીઓ અને સભ્યો, સરપંચશ્રીઓ, ગ્રામ પંચાયતનાં સભ્યો તેમજ જિલ્લા/તાલુકાનાં ઉચ્ચ અધિકારીશ્રીઓની પ્રેરક ઉપસ્થિતિ માટે તથા આ ઉમદા કાર્યમાં તમામ તાપીવાસીઓ ઉત્સાહપુર્વક દરેક પ્રવૃત્તિઓમાં સહભાગી બને તે માટે ખાસ અનુરોધ કર્યો હતો.
૦૦૦૦૦

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other