સુરત રેલ્વે સ્ટેશન પાસે ટ્રેન આગળ પડતુ મૂકી આપઘાત કરનાર અજાણ્યા પુરુષના વાલી વારસો મળી આવે તો રેલ્વે પોલીસને જાણ કરવી : લાશને પાંચ દિવસ સુધી કોલ્ડ રૂમમાં રખાઈ છે
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : રેલ્વે પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ સુરત રેલ્વે પોલીસ અ.મો. 156/2023. સી.આર.પીસી. કલમ 174 મુજબ મરનાર એક અજાણ્યો હિંદુ પુરુષ તા. 20/09/2023 ના રોજ સવારે 11:05ના સમય પહેલા સુરત રેલ્વે સ્ટેશન કિ.મી. નં. 268/15-17ની વચ્ચે ટ્રેન નં. 12489ની આગળ પડતું મુકી આપઘાત કરી કપાઈ જતાં મરણ પામેલ છે. જે મરનારના કોઈ વાલી વારસો મળેલ આવેલ નથી. મરનારની લાશને પી.એમ. બાદ પાંચ દિવસ સુધી સ્મીમેર હોસ્પિટલના કોલ્ડ રૂમમાં રાખવામા આવી છે. મરનારના વાલી વારસોની ભાળ મળે તો સુરત રેલ્વે પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો.
લાશનું વર્ણન – મરનાર એક અજાણ્યો હિંદુ પુરુષ, ઉં.વ. 65ના આશરાનો, મધ્યમ બાંધો, શ્યામ વર્ણનો, ઊંચાઈ 5×5”નો જેણે અંગમા જાંબુ ગુલાબી કલરનું તેની નીચે બીજુ જાંબુ કલરનુ શર્ટ તથા કમ્મરે કાળી પેન્ટ પહેરેલ છે.
