કુસુમ જયેશ ભુલકા ભવનમા “શ્રીકૃષ્ણ જન્મોત્સવ”ની રંગેચંગે ઉજવણી કરાઈ
Contact News Publisher
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : શ્રી ર.ફ.દાબુ કેળવણી મંડળ સંચાલિત કુસુમ જયેશ ભુલકા ભવન (ગુજરાતી માધ્યમ)માં આજરોજ તારીખ ૦૬-૦૯-૨૩ ને બુધવારે “શ્રીકૃષ્ણ જન્મોત્સવ”ની રંગેચંગે ઉજવણી કરવામાં આવી. જેમાં બાળકો ક્રિષ્ના અને બાલીકાઓ રાધા બનીને આવી હતી. ભુલકા ભવન જાણે ગોકુળમય બની ગયું હતું. દરેક બાળકમાં શ્રીકૃષ્ણ અને રાધાની ઝાંખી નજર આવતી હતી. ભગવાનને પાલખીમાં બિરાજમાન કરી અને વધામણા કરવામાં આવ્યા હતા. ત્યારબાદ મટકી ફોડનો કાર્યક્રમ પણ ખૂબ જ ધૂમ ધામથી કરવામાં આવ્યો. ભગવાનના જન્મના વધામણા નિમિત્તે સરસ મજાની કેક પણ કાપવામાં આવી. વાલીઓના, શિક્ષકગણના, બિન શૈક્ષણિક સ્ટાફના અનેરા સાથ સહકારથી આ કાર્યક્રમ ઝળહળી ઉઠ્યો. “જન્માષ્ટમી” સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવવામા આવી છે.
