તાપી જિલ્લાના તમામ વ્હાલી દિકરી યોજનાના લાભાર્થીઓને આયુષ્યમાન કાર્ડ કઢાવવા અનુરોધ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૦૬: ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ અંતર્ગત વ્હાલી દિકરી યોજના અમલમાં છે. જેમાં એક વર્ષની અંદરની દિકરીઓને આ લાભ મળવાપાત્ર છે. દંપતિની પ્રથમ ત્રણ સંતાનો પૈકીની તમામ દિકરીઓને આ યોજનાનો લાભ મળવાપાત્ર છે. બાળ લગ્ન પ્રતિબંધક અધિનિયમ ૨૦૦૬ ની જોગવાઇઓ મુજબ પુખ્ત વયે લગ્ન કરેલ હોય તેવાં દંપતિની દિકરીઓને જ આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે.
અરજી સાથે રજુ કરવાના આધાર પુરાવા લાભાર્થી દિકરીના માતા-પિતાની સંયુક્ત આવક, લાભાર્થી દિકરીના માતા-પિતાની ઉંમર અંગે શાળા છોડયાનું પ્રમાણપત્ર / જન્મનો દાખલો, લાભાર્થી દિકરીનો આધારકાર્ડ, લાભાર્થી દિકરીના માતા-પિતાનો આધારકાર્ડ, અરજદારનો રેશનકાર્ડ, દિકરીનો જન્મનો દાખલો, લગ્નનું પ્રમાણપત્ર, દંપતિના પોતાના તમામ બાલકોના જન્મના દાખલા રજુ કરવાના રહશે.
આ યોજના હેઠળ દિકરી ૧૮ વર્ષ પુર્ણ થાય ત્યારે તબક્કા વાર રૂ.૧,૧૦,૦૦૦/- ની સહાય ચુકવામાં આવનાર છે. જેના મંજુરી હુકમ આપવામાં આવેલ તમામ દિકરીઓને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PM JAY) હેઠળ લાભ મળે તે હેતુથી વ્હાલી દિકરી યોજનાના તમામ લાભાર્થીઓને તથા કુટૂંબના તમામ સભ્યોને આયુષ્યમાન કાર્ડનો લાભ લઇ શકે છે.
PM JAY કાર્ડ વિના મુલ્યે કઢાવવા માટે જિલ્લા સરકારી હોસ્પિટલ, સામુહિક આરોગ્ય કેન્દ્ર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ,સંલગ્ન ખાનગી હોસ્પિટલ, કોમન સર્વિસ સેન્ટર, ગ્રામ પંચાયતના વીસીઇ. તાત્કાલિક સંપર્ક કરી આયુષ્યમાન કાર્ડ કઢાવી લેવું. આ કાર્ડ કઢાવવા માટે અરજદારે પોતાનું તથા દિકરીનો આધારકાર્ડ, રેશનકાર્ડ, દિકરીનો જન્મનો દાખલો, આવકનો દાખલો લઇને ઉપરોકત સેન્ટરોના સંપર્ક કરવાનો રહેશે. વ્હાલી દિકરીના લાભાર્થીઓએ આયુષ્યમાન કાર્ડ કઢાવવા માટે કોઇ મુશ્કેલી જણાય તો જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરીનો સંપર્ક નંબર.૦૨૬૨૬-૨૨૨૨૨૦ પર ટેલિફોનિક માહીતી મેળવી શકશો. જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રીની યાદીમાં તાપી જિલ્લાના તમામ વ્હાલી દિકરીના લાભાર્થીઓએ આયુષ્યમાન કાર્ડ કઢાવવ અનુરોધ કરવામા આવ્યો છે.
000