માંગરોળ તાલુકા પંચાયતમાં બાંધકામ શાખામાં અધિક મદદનીશ ઇજનેરની બદલી થતા વિદાય સમારંભ યોજાયો

0
IMG-20200222-WA0027
Contact News Publisher

વિદાય સમારોહ અને નવા વરાયેલા અધિક મદદનીશ  ઇજનેરનો સન્માનવાનો કાર્યક્રમ યોજાયો

(નિલય ચૌહાણ દ્વારા,  માંગરોલ-દેગડીયા)  :  માંગરોળ તાલુકા પંચાયત માં બાંધકામ શાખા માં અધિક મદદનીશ ઇજનેર અધિકારી તરીકે સેવા બજાવતા વિજયસિંહ મોટી સિંહ રાણા ની બદલી માંડવી સિંચાઈ વિભાગ મા થતા એમનો વિદાય સમારંભ તેમજ એમની જગ્યા એ નવા નિમાયેલા ભાવિક એચ બલર નો સન્માનવાનો કાર્યક્રમ તાલુકા પંચાયતના પ્રમુખ જગદીશ ભાઈ ગામીત ની અઘ્યક્ષતા મા તાલુકા પંચાયત ના સભા ખંડ મા રાખવામાં આવેલ હતો વિદાય સમારંભ તેમજ સત્કાર સમારંભમા સુરત જિલ્લા પંચાયત ના કારોબારી સમિતિ ના અધ્યક્ષ દીપકભાઈ વસાવા, તાલુકા પંચાયતના પ્રમુખ જગદીશભાઈ ગામીત, તાલુકા પંચાયતના ઉપ પ્રમુખ મીનાક્ષીબેન મહિડા, સામાજિક ન્યાય સમિતિના અઘ્યક્ષ મુકેશભાઈ ચૌહાણ, ઉમેદભાઈ ચૌધરી, ટી. ડી. ઓ. ડી. વી. પટેલ, અમિષભાઈ પટેલ, આર એફ ઓ પી. સી. મહિડા, તલાટી, સરપંચ વગેરે હાજર રહ્યા હતા દીપકભાઈએ પોતાના વક્તવ્ય મા જણાવેલ કે રાણા સાહેબે 5 વર્ષ મા ખુબજ સુંદર કામગીરી કરી છે અને એમની કામગીરી ને બિરદાવી હતી બન્ને જણ ને ઉપસ્થિત મહાનુભાવો દ્વારા સાલ ઓઢાડી સન્માન તેમજ બદલી થઈ રહેલ રાણા સાહેબ ને સ્મુર્તિ ભેટ આપવામાં આવેલ હતી

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *