માંગરોળ તાલુકાના લુવારાની પ્લાસ્ટિક ફેક્ટરી દ્વારા કેમિકલ વેસ્ટ કેનાલમાં છોડાતા ખેડૂતો-પશુપાલકોને મુશ્કેલી
કેમિકલયુક્ત પાણી છોડવામાં આવતા કોતરનું તેમજ નહેરનું વપરાશી પાણી દુષીત થઈ રહ્યું છે…..
(નિલય ચૌહાણ દ્વારા, માંગરોલ-દેગડીયા) : માંગરોળ તાલુકાના લુવારા ગામ ની સીમમાં એક પ્લાસ્ટિક રિસાયકલ કરતી ફેક્ટરી માંથી કેમિકલ વેસ્ટ સ્થાનિક ખાડીમાં ઠાલવવામાં ખેતી લાયક પાણી પ્રદુષિત થતા મોટી પાર ડી ગામના ખેડૂતોએ જે અંગે મામલતદાર માંગરોળ ને જાણ કરી કંપની સામે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી હતી.માંગરોળ તાલુકા માં ઘણા સમયથી વિવધ એકમો દ્વારા કીમ નદી તેમજ તેની ખાડી શાખાઓમાં પ્રદૂષિત પાણી છોડવાનો સિલસિલો ચાલી આવતો છે શિયાલજ ગામ ખાતે ટેનકરો દ્વારા કેમિકલ વેસ્ટ છોડવાની ઘટના બાદ મહુ વેજ ગામ ખાતે આવેલ એક ટેક્સટાઇલ પાક દ્વારા ખાડીમાં કેમિકલયુક્ત પાણી ખાડીમાં છોડી દેવામાં આવતા ખેડૂતોએ વિરોધ નોંધાવ્યા છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી gpcb ને લેખિતમાં ફરિયાદ આપી હોવા છતાં પણ ફેક્ટરી માલિકો સામે કોઈ કાર્યવાહી કરવામાં ના આવતા ફેક્ટરી સંચાલકોને પ્રદૂષિત પાણી છોડવાને જાણે છુટ્ટો દોર મળી રહ્યો છે તેમ માંગરોળ પંથકમાં આવેલ અન્ય ઔદ્યોગિક એ કમો પણ પ્રદૂષિત પાણીનો નિકાલ ખુલ્લેઆમ કરી રહ્યા છે તાજેતરમાં માંગરોળના લુવારા ગામની સીમમાં આવેલ ખોડલ પ્લાસ્ટિક નામની કંપનીમાં થી પ્રદૂષિત પાણી કેનાલમાં છોડાઇ રહ્યું હતું તે પાણી મોટી પારડી ગામની સીમા આવેલ ખાડીમાં આવી ગયું હતું આ ખાડીમાંથી ખેડૂતો ઘર વપરાશ અને સિંચાઈ માટે તેમજ પશુઓ પાણી નો ઉપયોગ પીવા માટે કરે છે કેમિકલ વાળો પાણી ઉપયોગી પાણીમાં ભ રા તા ગ્રામજનો અને ખેડૂતોમાં ભારે રો ષ જોવા મળ્યો હતો ગ્રામજનો સીધા કંપનીના કમ્પાઉન્ડમાં ઘૂસી ગયા હતા જ્યાં આ કંપનીમાંથી પાણી બહાર આવ્યું હોવાનું જોવા મળ્યું હતું તેમજ કંપનીમાં કેમિકલ વેસ્ટ ભરેલા કોથણાં ઓ મળી આવ્યા હતા આ કંપનીમાં કેમિકલ વેસ્ટ વાળ કોથરા અને ધોઈ તે પાણી નદી થી પસાર થતી સબમાઈનોર કેનાલમાં છોડવામાં આવ્યું હતું આ પ ક ર ણ નું પાણી સીધે સીધુ કેનાલમાં છોડતા ગ્રામજનોએ કંપનીને રંગે હાથે પકડી પાડયા હતા તેમજ કંપનીની અંદર ખુલ્લી ગટરમાં આવો કેમિકલ વાળો પાણી મોટા પ્રમાણમાં સંગ્રહ થયેલુ જોવા મળ્યું હતું આ લોકો દિવાલમાં બાકોરો પાડી પાણી દૂષિત પાણીને કેનાલમાં ચોરીછૂપી થી છો ડ તા હોવાનું ગ્રામજનોને જોવા મળ્યું હતું આ કેમિકલ યુક્ત પાણી સિંચાઈ ના પાણીમાં ભળવાથી કેટલાક સમયથી સ્થાનિક ખેડૂતોને ભારે નુકસાન વેઠવું પડી રહ્યું છે જમીન અને પાણી પ્રદુષિત થ તા લોકોના સ્વસ્થ ને પણ ગંભીર અસ ર થઈ રહી છે લુવારા ગામની સીમમાં આવેલ ખોડલ પ્લાસ્ટિક દાવ રા કેમિકલ વેસ્ટ નો નિકાલ ખેડૂતોએ પકડી પાડી તે આ અંગેની ટેલીફોનિક જાણો માંગરોળ મામલતદારને કડી હતી..સરકાર કાર્યવાહી ન કરે તો કંપનીને તાળાબંધી કરાશે. મોટી પારડી ગામની સીમમાં આવેલ કો ત્ ર માં નહેરોના લીકેજથી પાણી આવે છે લીકેજ પાણીથી આજુબાજુના ખેડૂતો સિંચાઈ કરે છે અને પાલતુ પશુઓ આ પાણીનો ઉપયોગ પીવાના કરે છે ઘણા સમયથી આ પાણીમાંથી દુર્ગંધ આવતી હોય અને પાણી પ્રદૂષિત જોવા મળે છે થોડા દિવસ પહેલા અચાનક કેમિકલવાળું પાણી વળી જતા ખેદુતો અને સ્થાનિકોએ તપાસ કરતા લુવારા ગામની સીમમાં આવેલ ખોડલ પ્લાસ્ટિક ગામની સીમમાંથી આ પ્રદૂષિત પાણી બહાર આવ્યું હોવાનું અમે રંગે હાથે ઝડપી પાડ્યો હતો જે અંગે ટેલીફોનિક ફરિયાદ અમારા દ્વારા માંગરોલ મામલતદારને કરવામાં આવી હતી જે સરકારી તંત્ર આવા તત્વો સામે કાર્યવાહી ન કરે તો ખેડૂતો જાતે કંપની તાળાબંધી કરવી પડશે એમ ખેડૂત આગેવાન કેતન ભટ્ટ દાવરા જણાવ્યું હતું