પ્રાથમિક શાળા મોટી વેડછી ખાતે નેતાજી સુભાષચંદ્ર બોઝની પુણ્ય તિથિ ઉજવણી નિમિત્તે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૧૮ નેતાજી સુભાષચંદ્ર બોઝની પુણ્ય તિથિ ઉજવણી નિમિત્તે “આવો વતન ને બનાવીએ વૃંદાવન”ના સુત્રો સાથે પ્રાથમિક શાળા મોટી વેડછીના પરિવાર તથા શાળા વ્યવસ્થાપન સમિતિ ના સભ્યો દ્વારા શાળામાં અભ્યાસ કરતા તમામ બાળકોને ઔષધી તેમજ ફળાઉ ઝાડના રોપાનું વિતરણ કરી વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
બાળકો પોતાના ઘરે આંગણામાં છોડ રોપી તેનું જતન કરે તેમજ પર્યાવરણ પ્રેમી બને તે હેતુ થી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ગામના યુવકો પણ આ કાર્યક્રમમાં જોડાયા હતા.”વૃક્ષોનો નાશ સૃષ્ટિ નો વિનાશ” “ વૃક્ષ વાવો સૃષ્ટિ સજાવો” “વૃક્ષ વાવીશું પરિવર્તન લાવીશું ના સુત્રો સાથે શાળા પરિસર અને રસ્તાની આજુબાજુ વૃક્ષોના રોપા રોપવામાં આવ્યા હતા. શાળા ના સ્ટાફ, શાળા વ્યવસ્થાપન સમિતિ તેમજ શાળાના આચાર્યશ્રી- અર્જુનભાઈ ગામીત દ્વારા સૌ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
00
