વ્યારા તાલુકામાં 38 ગ્રામપંચાયતોમાં “મારી માટી મારો દેશ” કાર્યક્રમ અંતર્ગત 3500થી વધુ ગ્રામજનો સહભાગી થયા
“મારી માટી મારો દેશ” “માટીને નમન વીરોને વંદન”
અંદાજિત 3700 જેટલા રોપાનું વાવેતર કરી અમૃત વાટિકાનું નિર્માણ કરવામાં આવ્યું
1141 લોકોએ સેલ્ફી અપલોડ કરી જ્યારે 525 નાગરિકોએ ઓનલાઇન પ્રતિજ્ઞા લઇ પ્રરિજ્ઞાપત્ર ડાઉનલોડ કર્યા
–
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) તા.12: આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત સમગ્ર રાષ્ટ્ર સહિત ગુજરાતમાં પણ ‘મેરી માટી મેરા દેશ’ અભિયાનની ઉજવણી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે તાપી જિલ્લામાં વિવિધ ગ્રામ્ય અને અર્બન સ્થળોએ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અન્વયે વ્યારા તાલુકામાં બીજા અને ત્રીજા દિવસે 38 જેટલી ગ્રામ પંચાયતોના સ્થળોએ ‘મારી માટી, મારો દેશ’ – માટીને નમન, વીરોને વંદન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ગત બે દિવસ દરમિયાન 3541 જેટલા નાગરિકો કાર્યક્રમમાં ઉપસ્થિત રહી સહભાગી થયા હતા.
જેમાં તાડકુવા ખાતે વીર શહીદોને નમન સાથે અંજલિ અર્પણ કરીને ‘‘શિલાફલકમ’’નું અનાવરણ જિલ્લા વિકાસ અધિકારી સાહેબશ્રી વી.એન.શાહના અધ્યક્ષસ્થાને તથા જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેનશ્રી નીતીનભાઈ ગામીત, માજી. જિલ્લા પંચાયત સભ્ય શ્રી સુમનભાઈ ગામીતની ઉપસ્થિતીમાં કરવામાં આવ્યું હતું.
આ સાથે ખોડતળાવ ગામ ખાતે જિલ્લા પંચાયત ઉપ પ્રમુખશ્રી અર્જુનભાઈ ચૌધરી, બેડકુવા નજીક જૂથ ખાતે તાલુકા પંચાયત સભ્યશ્રી અરૂણાબેન ગામીત, કપુરા ખાતે નિર્વૃત અધિક કલેકટરશ્રી આર.પી.પટેલ, ચિખલી ખાતે તાલુકા પંચાયત સભ્યશ્રી દયાબેન ગામીત, કાળાવ્યારા ખાતે માજી તાલુકા પંચાયત સભ્યશ્રી છીતુભાઈ ચૌધરી, ખુટાડિયા ખાતે તાલુકા પંચાયત સભ્યશ્રી લવીંગભાઈ ગામીત, તથા અન્ય સ્થળોએ ગામના વરિષ્ઠ નાગરિકો દ્વારા શિલાફલકમનું અનાવરણ કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં ‘‘શિલાફલકમ’’ના લોકાર્પણ બાદ 79 જેટલા નાગરિકોને સન્માનિત કરાયા હતા. ‘‘વસુધા વંદન’’ કાર્યક્રમ હેઠળ 3700 જેટલા રોપાનું વાવેતર કરી અમૃત વાટિકાનું નિર્માણ કરવામાં આવ્યું હતું. અમૃતકળશમાં ગામની માટીને એકત્ર કર્યા બાદ રાષ્ટ્રની એકતા અને અખંડિતતા માટે હાથમાં માટીનો દિવો લઇ અંદાજીત 3541 જેટલા નાગરિકોએ સામુહિક ‘‘પંચપ્રણ પ્રતિજ્ઞા’’ લીધી હતી. કાર્યક્રમ દરમિયાન 1141 લોકોએ સેલ્ફી અપલોડ કરી હતી જ્યારે 525 નાગરિકોએ ઓનલાઇન પ્રતિજ્ઞા લઇ પ્રરિજ્ઞાપત્ર ડાઉનલોડ કર્યા હતા.
તાપી જિલ્લાના સૌ નાગરિકોને જિલ્લા તંત્ર દ્વારા જાહેર અપીલ કરી આપણા દેશના વીર – વીરાંગનાઓના સન્માનમાં હાથમાં દીવો લઈ અથવા વૃક્ષારોપણ કરી અથવા માટી હાથમાં લઈને પોતાની સેલ્ફી ક્લિક કરી https://merimaatimeradesh.gov.in/step વેબસાઈટ પર અપલોડ કરીને આ કાર્યક્રમમાં સહભાગી બનવા અપીલ કરી છે.
-વૈશાલી પરમાર
0000000000